થાઈરોઈડ નો ઈલાજ કરવાના ઘરેલુ અને અસરકારક નુસખા

થાઈરોઈડ નો ઈલાજ

ગુજજુમિત્રો, થાઈરોઈડ નો ઈલાજ કરવા માટે મારી સલાહ છે કે એલોપેથિક દવા સાથે અહીં બતાવેલા ઘરેલુ ઉપચાર અપનાવી જુઓ. અને હા, જો તમને થાઈરોઈડના લક્ષણ દેખાય રહ્યા છે તો પહેલા ટેસ્ટ કરાવો. ટી3, ટી4, ટીસીએચ ટેસ્ટ કરાવવાથી શરીરમાં થાઈરોઈડ લેવલ ચેક કરવામાં આવે છે.

થાઈરોઈડ નો દેશી ઈલાજ

✅ હળદર દૂધ –
થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર સેકીને તેનુ સેવન કરો.

✅ દૂધીનુ જ્યુસ –
રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે. જ્યુસ પીવાના અડધા કલાક સુધી કશુ ખાશો પીશો નહી.

✅ તુલસી અને એલોવેરા –
બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ પણ આ બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે.

✅ લાલ ડુંગળી –
ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો અને રાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરો. ત્યારબાદ ગરદન પરથી ડુંગળીને ધુવો નહી

✅ લીલા ધાણા –
થાઈરોઈડના ઘરેલુ ટ્રીટમેંટ કરવા માટે લીલા ધાણા વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચટણી નાખીને પીવો. આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તાજી ચટણીનું જ સેવન કરો. એવા ધાણા લો જેની સુગંધ સારી હોય. આ દેશી નુસ્ખાને નિયમિત રૂપે અને યોગ્ય રીતે કરવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે.

✅ કાળા મરી –
કાળા મરી થાઈરોઈડનાના ઉપચારમાં ખૂબ લાભકારી છે. કોઈપણ રીતે તમે કાળા મરીનું સેવન કરશો તો ફાયદો કરશે.

✅ બદામ અને અખરોટ –
બદામ અને અખરોટમાં સેલીનીયમ તત્વ રહેલુ હોય છે જે થાઈરોઈડની સારવારમાં ફાયદો કરે છે. આના સેવનથી ગળાના સોજામાં પણ આરામ મળે છે. હાઈપોથાયરાઈડમાં આ ઉપાય વધુ લાભકારી છે.

✅ અશ્વગંધા –
રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો.

✅ એક્સરસાઈઝ –
રોજ અડધો ક અલાક એક્સરસાઈઝ કરો. તેનાથી થાઈરોઈડ અધતો નથી અને કંટ્રોલમાં રહે છે.

✅ બાબા રામદેવ મેડિસિન –
થાયરોઈડથી છુટકારો મેળવવા માટે જો તમે બાબા રામદેવ દ્વારા બતાવેલ દવા લેવા માંગો છો તો દિવ્યા કાંચનાર ગુગ્ગુલુ લો. આ દવા તમને કોઈપણ પતંજલિ સ્ટોરમાં મળી જશે.

થાઈરોઈડ નો ઈલાજ
થાઈરોઈડ નો ઈલાજ

થાઇરોઈડમાં શુ ખાશો

➡️ થાઇરોઈડથી પ્રભાવિત રોગીને પોતાના ડાયેટમાં વિટામિન એ વધુ પ્રમાણમાં લેવુ જોઈએ. લીલા શાકભાજી અને ગાજરમાં વિટામિન એ વધુ હોય છે જે થાઇરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

➡️ થાઇરોઈડથી પ્રભાવિત વ્યક્તિને રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ જોઈએ. આ શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત એક બે ગ્લાસ ફળનુ જ્યુસ પણ પીવો. અઠવાડિયામાં એકવાર તમે નારિયળ પાણી પીવો તો સારુ રહેશે.

➡️ આયોડીન થાઇરોઈડ કંટ્રોલ કરવામાં ખૂબ અસરદાર છે પણ જેટલુ બની શકે નેચરલ આયોડીનનુ સેવન કરો. જેવા કે ટામેટા, લસણ અને ડુંગળી.

ઉલટી બંધ કરવાનો ઉપાય શોધો છો? – વાંચો આ પાંચ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *