હા હું છું ગુજરાતી, શું આનાથી છે કોઈને આપત્તિ
હા હું છું ગુજરાતી,
શું આનાથી છે કોઈને આપત્તિ
રહેઠાણ છે મારું સૌરાષ્ટ્ર ને ધંધો છે મારો ખેતી,
ધાન પહોંચે આખા વિશ્વમાં ગુજરાતી થકી,
એટલું કહેતાં જ ફૂલે મારી છાતી
શું એનાથી છે કોઈને આપત્તિ
રિસ્ક લેતા શીખવે ગુજરાતી,સફળતાની ટોચે પહોંચે ગુજરાતી,
ગુજરાતી કહેતા જ ફૂલે મારી છાતી,
શું એનાથી છે કોઈને આપત્તિ
રાખી છે છાપ આખા વિશ્વમાં ઓલ રાઉન્ડ છી અમેં ગુજરાતી,
નથી થાકતા ૮ કલાક કામ કરતાં અમે ગુજરાતી,
આ કહેતાં જ ફૂલે મારી છતી
શું એનાથી છે કોઈને આપત્તિ
પહોંચ્યા આજ વિશ્વ ના ખુણે ગુંજતું કરીયું છે નામ ગુજરાતી,
કહે ‘ અગુ ‘ ગર્વ થી કહેતાં હા હું છું ગુજરાતી
~ અગુ
Also read : જામફળ ખાવાના ફાયદા અને જરૂરી સાવધાની
Lovely post 😍😍