હાર્ટ એટેક વિશે ખોટી માન્યતાઓ અને સાચી વાસ્તવિકતાઓ
હાર્ટ એટેક વિશે ખોટી માન્યતાઓ અને સાચી વાસ્તવિકતાઓ
માન્યતા ૧ : તે અમુક વય પછી આવે છે.
વાસ્તવિકતા ૧ : તેનો થ્રેશોલ્ડ હવે નીચે આવી ગયો છે. બાળકોને પણ હવે તે આવે છે..
માન્યતા ૨ : તે મેદસ્વી લોકોને આવે છે
વાસ્તવિકતા ૨ : તે પાતળા લોકોને પણ આવે છે.
માન્યતા ૩ : બેઠાડુ જીવન જીવતા લોકોને આવે છે.
વાસ્તવિકતા ૩: કસરતી જીવન જીવતા લોકોને પણ આવે છે.
માન્યતા ૪ : કોરોના ની રસી લીધી હોય એવા લોકોને આવે છે
વાસ્તવિકતા ૪ : રસી ના લીધી હોય એમને પણ આવે છે.
માન્યતા ૫ : માંસ, મટન ખાવા વાળાને થાય છે
વાસ્તવિકતા ૫ : સાવ શાકાહારી ફળાહારી ને પણ થાય છે. (એની શક્યતા માંસાહારી કરતા ઓછી હોઈ શકે)
માન્યતા ૬ : સ્ટ્રેસ ને કારણે આવે છે.
વાસ્તવિકતા ૬ : સાવ સ્ટ્રેસ રહિત જીવન કાઢતા લોકોને પણ એટેક આવે છે..
માન્યતા ૭ : કોલેસ્ટેરોલ વાળાને આવે છે .
વાસ્તવિકતા ૭: કોલેસ્ટેરોલ અત્યંત ઉપયોગી સંયોજન છે. તે શરીરના બંધારણ માટે આવશ્યક છે.
તો એટેક આવવાનું સાચું કારણ શું?
એ છે કોલેસ્ટેરોલ નું નળીઓ માં ભરાઈ જવું. ચૌદ વર્ષના બાળકોમાં પણ નળીઓ બ્લોક જોવા મળે છે
તે નળીઓ માં ભરાઈ કેમ જાય? પહેલાં કેમ નહોતી ભરાતી?
કોલેસ્ટેરોલ માંથી એક હોર્મોન બને છે જેનું જાણીતું નામ વિટામિન ડી ૨ અને ડી ૩ છે. આ હોર્મોન બનવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે. (એના આર્ટિકલ ગૂગલ પર ઉપલબ્ધ છે વાંચી શકો તો વાંચજો) પણ આ જટિલ પ્રક્રિયા ના ચાવીરૂપ તત્વો સૂર્ય પ્રકાશ + કેલ્શિયમ+ વિટામિન સી + કોલેસ્ટેરોલ + આંતરડાના સુક્ષ્મ જીવો + શરીરનું તાપમાન + વ્યાયામ + શરીરનો રંગ છે.
આ આઠ ચાવીરૂપ પરિબળો માંથી એકનું બેલેન્સ ગયું એટલે કોલેસ્ટેરોલ હીરોમાંથી વિલન બની જાય છે.