હરી-ફરી લે, હમણાં તબિયત છે ફાંકડી
હરી-ફરી લે, હમણાં તબિયત છે ફાંકડી
હરી-ફરી લે, હમણાં તબિયત છે ફાંકડી,
કાલે કેડે થી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.
નીરખી લે, નીરખી લે, હમણાં નજર છે વશમાં,
કાલે આવશે મોતિયો ને આંખે હશે કાળા ચશ્મા.
નીકળી પડ મિત્રો સાથે ફરવા, મોજ મસ્તી કરવા,
કાલે બધા આવશે તને બીમાર ખાટલે મળવા.
આજે જ રૂબરૂ મળવાનો છે પુરેપૂરો સ્કોપ,
કાલે સામે બેઠો હશે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.
કરી નાખ ઉજાણી, પી લે પાણી લીટર બે લીટર,
જો જે કદાચ કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.
ચાલો સહુ ભેગા થઇએ, છોડો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વીટર,
કોઈ નથી જાણતું…ક્યારે પુરા થઈ જાશે આ હૃદયના કિલોમીટર…!!!
જીંદગી ડોકટર ની ગોળી સાથે નહીં..
પણ મિત્રો ની ટોળી સાથે જીવવાની હોય છે.