અમદાવાદ ના માનમાં એક કવિતા

અમદાવાદની પોળોની A to Z યાદી

અમદાવાદ ના માનમાં એક કવિતા

ચાંદ ઉપર પણ લોકો જઈને આયા
તને ચાંદખેડામાં ક્યાં શોધું…?

અવઢવમાં હું રહું
તને ઓઢવમાં ક્યાં શોધું…?

વાડ જ નથી રહી કોઈ
વાડજમાં ક્યાં શોધું…?

સેટેલાઇટ બનીને
તુ ફરતો રહે નભમાં,
મિથ્યા હું ફરતો તુજને
સેટેલાઇટમાં ક્યાં શોધું…?

બે પલની શાંતિ નથી
બોપલમાં ક્યાં શોધું…?

એટીએમમાં તુ મળતો નથી
સીટીએમમાં ક્યાં શોધું…?

ગોતું તોય મળતો નથી
ગોતામાં ક્યાં શોધું…?

થઈ તેજ પણ પહોંચું નહી
થલતેજમાં ક્યાં શોધું…?

વટવાળો છે તુ માન્યું પણ
કહે વટવામાં ક્યાં શોધું…?

Car service

તારા સરખો જ તારો પડછાયો કોઈ
સરખેજમાં ક્યાં શોધું…?

શાહી તારા હર બાગ,
તને શાહીબાગમાં ક્યાં શોધું…?

ના રોડા કોઈ રોકે પણ
નરોડામાં ક્યાં શોધું…?

પુર “સરસ” હોય કે “દરિયા”
તને” ગોમતી” માં ક્યાં શોધું…?

દરવાજા “લાલ” હોય કે “ત્રણ”,
તને “દિલ્હી”માં
ક્યાં શોધું…?

Soul ને પામવાની આ સફર,
તને સોલામાં ક્યાં શોધું…?

ના કોલ તુ મારા ઉપાડે
તને નિકોલમાં ક્યાં શોધું…?

હર ઘાટના પાણી પીધા ને
ચાંદ પર પણ જઈ આવ્યો,
કહે તને ઘાટલોડિયા ને
ચાંદલોડિયામાં ક્યાં શોધું…?

કાંકરા રહયા તારી રાહમાં
તને કાંકરિયામાં ક્યાં શોધું…?

ના Roll એમાં કોઈ મારો
તને નારોલમાં ક્યાં શોધું…?

રાય ખડતલ આપ તું
તને રાયખડમાં ક્યાં શોધું…?

રખે આલેખન હું કરું તને
રખિયાલમાં ક્યાં શોધું…?

પલળીને વરસાદે તુજને
હું પાલડીમાં ક્યાં શોધું…?

આશા ના રેવા દીધી જરા
તને અસારવામાં ક્યાં શોધું…?

કે બાકીના એરિયામાં પણ
ના મળવાનો તુ ઈશ્વર,
છતાં અમથો આ વાદ કરી,
કવિતા લખીને અમદાવાદ માં ક્યાં શોધું…?

Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *