ઘરડાં માવતરને બોલતા ન રોકો : યાદશક્તિ ઓછી થવી અટકશે
ઘડપણ માં યાદશક્તિ ઓછી થવી સામાન્ય છે : જાણો રોકવાના સરળ ઉપાય
વૃદ્ધો જ્યારે વધારે બોલે છે ત્યારે સાઠે બુદ્ધિ નાઠી એવુ કહીએ છીએ… પરંતુ ડૉક્ટર એને વરદાન માને છે… ડૉક્ટર કહે છે કે નિવૃત્ત વરિષ્ઠોએ વધુ વાત કરવી જોઈએ કારણકે આ ઉમરે યાદદાસ્ત ઓછી થવી એ સહજ છે અને તેનો કોઇ ઈલાજ નથી… વધુ બોલવુ એ જ એનો ઉપાય છે… વરિષ્ઠ નાગરિકોના વધુ વાત કરવાના ઓછામાં ઓછા ત્રણ ફાયદા છે…
પ્રથમ ફાયદો :
બોલવાથી મગજ સક્રિય થાય છે અને મગજ સક્રિય પણ રહે છે. કારણકે ભાષા અને વિચાર એકબીજા સાથે સંવાદ કરે છે. ખાસ કરીને જ્યારે જલ્દી જલ્દી બોલે છે તો સ્વાભાવિક રૂપ થી જ ઝડપથી વિચારોનું પ્રતિબિંબ પડે છે અને સ્મૃતિનો વધારો કરે છે… જે વરિષ્ઠ નાગરિક વાત નથી કરતા તેમની સ્મૃતિ ઓછી થવાની અને હ્રદયના હુમલાની શક્યતાઓ વધતી જાય છે..
દ્વિતીય ફાયદો :
વધુ બોલવાથી ટેન્શન દૂર થાય છે. અને માનસિક બિમારીથી બચી શકાય છે. જે મોટેભાગે કંઈ બોલતા નથી અને દિલમાં દબાવી રાખે છે તે ઘુટન અને અસામાન્યતા અનુભવે છે. એટલે જ વૃદ્ધોને બોલવાની વધુ તક આપવી જોઇએ…
તૃતીય ફાયદો :
બોલવાથી ચહેરાની સક્રિય માંસપેશીઓને વ્યાયામ થઈ જાય છે… તથા ગળાને પણ વ્યાયામ થઈ જાય છે. ફેફસાંની ક્ષમતા વધે છે… આંખ અને કાન ખરાબ થવાની શક્યતાને પણ ઘટાડે છે. ચક્કર આવવા, બહેરાશ આવવી, ઝાંખપ થવી વિગેરે ઘણી બધી તકલીફો ઉપર બ્રેક વાગે છે…
સંક્ષેપમાં કહીએ તો… નિવૃત્તિ બાદના વૃદ્ધત્વના અલ્ઝાઈમરને રોકવાનો એકમાત્ર ઉપાય છે કે તેમને બોલવાની વધુમાં વધુ તક આપો. અને તે લોકો સાથે વધુમાં વધુ વાત કરે તેવુ વાતાવરણ સર્જો…. આનો અન્ય કોઈ ઈલાજ નથી…. વૃદ્ધો બોલવાનુ બંધ કરે તો ચેતી જાઓ કે તે મનમાં ઘુંટાય છે…તેમની સાથે વધુમાં વધુ વાત કરવામાં સમય આપો…