ગુણકારી અરડૂસી ના પાન ના આરોગ્યદાયી ફાયદા
ગુણકારી અરડૂસી ના પાન ના આરોગ્યદાયી ફાયદા
અરડૂસી નું વૈજ્ઞાનિક નામ Adhatoda vasica છે. તેના ઉપયોગી અંગ છે પાન, પંચાંગ, છાલ. અરડૂસી બહુ વર્ષાયુ ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. આવો, વાંચીએ તેના ૪ ફાયદા.
અરડૂસી ના ફાયદા
૧. અરડૂસીના પાનનો રસ (૫ મિ.લિ.) અથવા પાનનો ઉકાળો (૨૫ થી ૫૦ મિ.લિ.) દિવસમાં બે વાર ૧ થી ૩ મહિના સુધી લેવાથી દમની બીમારીમાં ફાયદો થાય છે. ખાંસીમાં પણ પાનનો ઉકાળો પીવાથી લાભ થાય છે.
૨. અરડૂસીના પાનનો રસ ૧/૪ કપ દિવસમાં બે વાર પીવાથી કમળામાં રાહત થાય છે.
૩. અરડૂસી છાલનું ચૂર્ણ લેવાથી કફની બીમારીમાં ફાયદો થાય છે.
૪. અરડૂસીનાં કુણાં પાન હળદર અને ગૌમૂત્ર સાથે વાટીને લેપ કરવાથી ગમે તેવી ચળ- ખંજવાળ ત્રણ દિવસમાં મટી જાય છે.
આ પણ વાંચો : બદામ જેવા સ્વાદ વાળી ચારોળી ના ૮ અમૂલ્ય ફાયદા