દિલ મારું પૂછે છે દોસ્ત તું ક્યાં જાય છે

દરેક સવાલના જવાબ

દિલ મારું પૂછે છે દોસ્ત તું ક્યાં જાય છે

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે

જરાક તો નજર નાખ
સામે સ્મશાન દેખાય છે .

ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે .

દિવાળી હોય કે હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે

આ બધુ તો ઠીક હતું
પણ હદ તો ત્યાં થાય છે .

લગ્નની મળે કંકોત્રી ત્યાં
સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે

પાંચ આંકડા ના પગાર છે ,
પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે

પત્નીનો ફૉન ૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે

ફોનબુક ભરી છે મિત્રોથી પણ કોઈનાયં ઘરે ક્યાં જવાય છે

હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડેમાં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે
કોઈ ને ખબર નથી
આ રસ્તો ક્યાં જાય છે

થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .

કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,

તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે

દિલ પૂછે છે મારુ ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,

આવનારી પેઢી પૂછશે
સંસ્કૃતી કોને કહેવાય છે

ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .

ચાલો જલ્દી નિર્ણય લઇએ
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે

જરાક તો નજર નાખ ,
સામે સ્મશાન દેખાય છે.

Also read : દર વર્ષે દશેરા ના ૨૧ દિવસ પછી જ દિવાળી કેમ આવે છે?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *