પારસી ભાષા માં વાંચો પારસી બાવા ની આપવીતી!

પતિ પત્ની અને

પારસી ભાષા માં વાંચો પારસી બાવા ની આપવીતી!

બે પારસી બાવા, ૯૦ વર્ષ આસપાસના – રુસ્તમજી ને સોરાબજી,
બગીચામાં રોજ મળે.

એવામાં રુસ્તમજી એકાએક ગાયબ થઈ ગયા.

મહીના પછી દેખાયા. પોતાની મધ જેવી મીઠી પારસી ભાષા માં તેમણે વાતચીત શરૂ કરી.

સોરાબજી કહે :“અરે રુસ્તમ બાવા, તું કયાં ગુમ થઈ ગયેલો?”

રૂસ્તમજી કહે : “જેલમાં”

સોરાબજી કહે :“સું કેય ચ? કેમ એવું તે સું કરીયું ?”

રૂસ્તમજી કહે : “આપણે ઈરાની હોટેલમાં બન મસ્કા અને ચા માટે જઈએ છીએ, ત્યાં પેલી મસ્ત ફટાકરી પોરી ફ્રેની કામ કરે છે ને ! એણે મારી પર છેડતીનો આરોપ મૂકીયો. ને મને ય થયું ૯૦ વર્ષની ઉંમરે આવી ફટાકરી આવો આરોપ મૂકે એ તો મારી મરદાનગી ગણાય, એટલે આપણે તો સોગન લઈ ખુશી ખુશી ગુનો કબૂલ કરી લીધો!”

સોરાબજી કહે :“પછી સું થયું બાવા ? તને આ ઉંમરે છેડછાડ માટે જેલ થઈ?”

રૂસ્તમજી કહે :“અરે, જજ બી આપરો પારસી, પેલો દસ્તૂર, તે એણે મને છેડતી માટે નહિ, કોર્ટમાં જુઠ્ઠું બોલવા માટે એક મહિનાની ઠોકી!”

😃🤭😱😊🧐😫🤪

વાંચો : કાન નો દુખાવો થાય ત્યારે અજમાવો આ અકસીર ઘરેલુ ઉપચાર

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *