સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે

સુખ દુઃખ

સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે

આજે સાંજે હું ઘરે આવ્યો ત્યારે મુડ હતો નહિ..મારા ચહેરા ની ગંભીરતા જોઈ પ્રથમ મારા પપ્પાએ પૂછ્યું..બેટા તારી તબીયત તો સારી છે ને?

મેં કીધું હા પપ્પા…તબિયત સારી છે

પણ બેટા રોજ જેવો તારો મૂડ આજે નથી…

ત્યાં મમ્મી ઉભી થઇને આવી, મારા ચહેરા ઉપર હાથ રાખી કહે શરીર કેમ તારું ગરમ લાગે છે….?

મેં કીધું એતો ગરમીની સિઝન છે એટલે.

ત્યાં મારી પત્ની સ્મિતા પાણી લઈ આવી….
કેમ શુ થયું છે તમને ? મુડ કેમ નથી ?

મેં કીધું મને કંઈ નથી થયુ.. તમે બધા કેમ આવા સવાલ
મને કરો છો.?

પિન્ટુ તેના રૂમ માંથી બહાર આવ્યો…શુ થયું છે પપ્પા ને ?

બધા સોફા માં ગોઠવાઈ ગયા…
મેં દરેક ના ચહેરા સામે વારાફરતી જોયું..દરેક ના ચહેરા ઉપર મારી ચિંતા હતી..

મેં કીધું..જુઓ ચિંતા જેવું કંઈ નથી..મારી ઓફીસ માંથી દસ વ્યક્તિ ને છુટ્ટા કર્યા છે તેમાં એક મારુ નામ છે…

પપ્પા બોલ્યા બસ બેટા આવડી વાત માં..ચિંતા માં પડી ગયો..તારો બાપ બેઠો છે…ત્યાં સુધી ચિંતા કરવા ની કયા જરૂર છે ?
તે તારા સાહેબ ને કીધું નહિ…નોકરી મારી જરૂરિયાત છે..મજબૂરી નહિ…બોલો કાલ થી કે આજ થી મારે બંધ થવાનું છે..

યાદ રાખ બેટા કમજોર સમય હોય છે પરંતુ માણસ નહીં, આજે તકલીફ જે વધારે લાગે છે.. પરંતુ કાલે કામયાબી પણ મોટી મળશે માટે આશા જીવંત રાખવી. મહેનતું અને ઈમાનદાર વ્યક્તિ ના દરવાજા ખોલવા માટે નસીબ પોતે તત્પર હોય છે..સમજ્યો

મમ્મી બોલી..બેટા ખાનગી નોકરી મા આવું બધું ચાલ્યા કરે.તેમાં ચિંતા શુ કરવાની ?

પણ પપ્પા…તમે આપણા સ્થિર ખર્ચ તો જાણો છો..
અચાનક તેને મેનેજ કરવા……

તો શું થઈ ગયું ? પપ્પા બોલ્યા

ત્યાં પિન્ટુ બોલ્યો પપ્પા હવે તો હું પણ નોકરીએ લાગી ગયો છું…આમેય તમે થાકી ગયા છો..જાતે નિવૃત્તિ લ્યો એવા છો નહિ એટલે VRS મળ્યું એવુ સમજો.

સ્મિતા મારી પત્ની ઉભી થઇ…
રૂમ માં ગઈ અને બહાર આવી મારા હાથ માં ફિકસ મુકતા બોલી..મને મારા પપ્પાએ આ ફિક્સો આપેલ છે..જે મેં તમારી થી સંતાડી ને રાખી હતી.. મુસીબત સમયે પરિવાર ને કામ આવે એ માટે તો મેં રાખી હતી..લ્યો જરૂર હોય એટલી તોડી નાખો.

પપ્પા પણ ઉભા થયા રૂમ માં ગયા અને બહાર આવી મારા હાથ માં કોરો ચેક મૂકી બોલ્યા .તારે જરૂર હોય તેટલી રકમ ઉપાડી લે.. પણ ચિંતા ન કરતો.

પપ્પા મારા માથે હાથ ફેરવી બોલ્યા …બોલ બેટા તું કહે તો આપણી ગામડા ની જમીન વેચી મારુ…
એટલી મોટી રકમ તારા હાથ માં આવશે…કે બેઠા બેઠા તું અને તારો પિન્ટુ જલસા કરશો…

પપ્પા હસતા હસતા બોલ્યા કાલે વાજતે ગાજતે…DJ સાથે..તારી ઓફિસે જા અને તારા સાહેબ ને કહે..તમે મને 30 દિવસ આપ્યા..છે…પણ મારે 30 દિવસ નોકરી કરવીજ નથી..આજ થી જ હું છુટ્ટો થવા માંગુ છું.. લ્યો પકડો મારુ રાજીનામુ..

બધા હસી પડ્યા…

હું ઉભો થયો.. પપ્પા ને ભેટી ને રડ્યો..મને રડતો જોઈ પપ્પા મમ્મી, સ્મિતા ની આંખો પણ ભીની થઇ..

પિન્ટુ દોડી ને પાણી લઈ આવ્યો.
અને બોલ્યો, શું ચિંતા છે તમને? તમારી સામે યુવાન પુત્ર ઉભો છે…દાદા છે, દાદી છે અને મમ્મી પણ…

સ્વસ્થ થઈ મેં મારી બેગ ખોલી…અંદર થી એક કવર ખોલી કંપની એ મને આપેલ લેટર કોર્નર પર પધરાવેલ ભગવાન ક્રિષ્ન સામે જોઈ મનોમન વંદન કરી..પપ્પા ના હાથ માં કંપનીએ આપેલ લેટર મૂકી કીધું..જુઓ પપ્પા, કંપની મારા માટે કેવું કેવું લખે છે..

પપ્પા એ ચશ્માં પહેર્યા પછી લેટર વાંચ્યો..થોડી વારે ઉભા થઇ મને ભેટી પડ્યા… હું પપ્પા ને પગે લાગ્યો…

મમ્મી, સ્મિતા અને પિન્ટુ..અચાનક શું થયું તે વિચારવા લાગ્યા. પપ્પા બોલ્યા, બેટા પાર્ટી થઈ જાય..

સ્મિતા બોલી વાત શું છે..?

પપ્પા બોલ્યા….સમીર ને કંપની એ પ્રમોશન આપ્યું છે… સમીર જનરલ મેનેજર…બની ગયો 21,000 સેલેરી સીધો વધી ગયો…

એક સાથે બધા ઉભા થઇ મને ભેટી પડ્યા…

સ્મિતા બોલી આટલું બધું જૂઠું બોલવાનું..

મેં કીધું…. આજે પહેલી એપ્રિલ……એપ્રિલ ફૂલ…😊😊😊

મને થયું મારો પરિવાર એક બીજા ને કેટલો પ્રેમ કરે છે એ આજે જોવું છે.

બધા હસવા લાગ્યા..

મેં કીધું મને ગર્વ છે મારા પરિવાર ઉપર. તમે સાબિત કરી બતાવ્યું. સુખ હોય કે દુઃખ એક બીજાનો હાથ કે સાથ છોડી કોઈ કદી નહિ ભાગો..

જે વ્યક્તિ ને પોતાના પરિવારમાં શાંતિ અને સલામતી મળે એ દુનિયાની કોઈ પણ મુસીબત સામે તાકાત થી લડી શકે..છે

મેં લોકો ને રૂપિયા માટે પોતાની વ્યક્તિઓ ને છોડી દેતા જોયા છે..પણ તમે વ્યક્તિ માટે પોતાનું સર્વસ્વ છોડવા તૈયાર થઈ ગયા…Proud of you ઈશ્વર તારો ખૂબ ખૂબ આભાર…સંપત્તિ ઓછી હોય એ ચાલે પણ પરિવાર તો સમજુ જોવે..

અચાનક ઘર નું વાતવરણ બદલાઈ ગયું…. પિન્ટુ ખુશ થઈ બોલ્યો..મમ્મી આજે બહાર ડિનર લેવાનું છે….માર રસોડા ને તાળું…

પિન્ટુ પણ મને ભેટ્યો અને બોલ્યો પપ્પા અભિનંદન.

મિત્રો છાંયડો વડનો હોય કે, વડીલોનો હોય, હમેશાં ઠંડક જ આપે…!!! સુખ ની છાયા કે દુઃખ નો તડકો હોય, પરિવાર નો સાથ જ વરદાન છે.

રડાવતા તો બધા હોય છે,પણ જે તમારા માટે રડે એને ખોઈ ના દેતા , જે વ્યક્તિ પાસે ખુશીમાં ખુશ થનાર અને તકલીફ માં આસું લૂછનાર કોઈ વ્યક્તિ ન હોય..તો એ વ્યક્તિને દુનિયા નો સૌથી કંગાળ અને દરિદ્ર વ્યક્તિ ગણવો.

~ પાર્થિવ

Also read : તમારી આર્થિક પરિસ્થિતિનો ગુસ્સો બાળકો પર ન કાઢો : પ્રેરક પ્રસંગ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *