ક્યાંક કોઈ એક પારકું હોવું જોઇએ
ક્યાંક કોઈ એક પારકું હોવું જોઇએ
ક્યાંક કોઈ એક એવું પારકું હોવું જોઇએ,
જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ,
નામ વગરના સંબંધમાં પણ એવું એક નામ હોવું જોઈએ,
એનો હાથ પકડી બેસવું છે એમ આપણું મન કહેવું જોઈએ,
નથી જ જોઈતું કશું જ મારે તારી પાસે થી દોસ્ત,
બસ તારા ચહેરા પર નિર્મળ હાસ્ય હોવું જોઈએ,
આવું કહેનાર કોક જીવનમાં હોવું જોઈએ,
જે નથી આપણું છતાંય આપણું હોવું જોઈએ..!!