સાચી સ્વતંત્રતાને વ્યવહાર હોય છે
સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે
સાચી સ્વતંત્રતાને એ વ્યવહાર હોય છે,
દિલ કોઈનું, કોઈનો અધિકાર હોય છે.
દિલથી મળી રહે છે મને પ્રેમનો પ્રકાશ,
બુદ્ધિ-પ્રદેશમાં યદિ અધિકાર હોય છે.
મારું જીવન તિમિર ગણો છો ? ભલે ગણો,
ચમકે છે આગિયાઓ જો અંધાર હોય છે
આ એ જ દિલ છે, એ જ છે આસન મયૂરનું,
જ્યાં આપનો આવાસ ઘણી વાર હોય છે.
એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.
જીવન-કિતાબ લાખ પ્રકારે લખાય પણ,
સરખે સહુનો અંતમહીં સાર હોય છે.
ભોળી ઉષાને ભાન નથી કંઈ સ્વમાનનું,
નિત્ એને જન્મ આપતો અંધાર હોય છે.
ઘેરી વળે છે જ્યારે ‘ગની’, દુખના કંટકો,
ત્યારે જીવન ગુલાબનો આકાર હોય છે.
– ગની દહીંવાલા