કળિયુગ નો સમય : જાણો જીવનમાં શું વધ્યું અને શું ઘટ્યું?

કાજળનું જળ ના થાય

કળિયુગ નો સમય : જાણો આપણા જીવનમાં શું વધ્યું અને શું ઘટ્યું?

આજના પરિવર્તન યુગમાં શું શું વધ્યુ

૧ સૌ પ્રથમ કુટુંબ ટુંકુ થયુ
૨ વ્યવહાર ટુંકા થયા
૩ સંબંધો ટુંકા થયા
૪ વય ટુંકી થઇ
૫ ઉંઘ ટુંકી થઇ
૬ મન ટુંકા થયા
૭ મહેનત ટુંકી થઇ
૮ વાળ ટુંકા થયા
૯ કપડા ટુંકા થયા
૧૦ મર્યાદા ટુંકી થઇ
૧૧ બાળકોની સંખ્યા ટુંકી થઇ.
૧૨ ઘરે જમવાનું ઘટ્યુ
૧૩ સાચા ઘરેણા ઘટ્યા
૧૪ વાંચન ઘટ્યુ
૧૫ ગણતર ઘટ્યુ
૧૬ ધર્મ ધ્યાન ઘટ્યાં
૧૭ પગે ચાલવાનું ઘટ્યુ
૧૮ લાજ તો ટુંકી નહીં,
પણ સાવ ગઇ.
૧૯ ખોરાક ઘટ્યા
૨૦ ઘી માખણનો વપરાશ ઘટ્યો
૨૧ રસોડામાંથી તાંબુ, પિત્તળ,
કાંસું ગયુ
૨૨ માટલા / ગોરા ઘટ્યા
૨૩ નાટક ઘટ્યા
૨૪ દયા ઘટી,
૨૫ ઘરની રસોઈ ઘટી
૨૬ સુખ, ચેન ઘટ્યા
૨૭ ઘંટી તો સાવ ગઇ
૨૮ ધાર્મિક પ્રવાસ ઘટ્યા
૨૯ ન્યાય ઘટ્યો
૩૦ .પ્રેમભાવ ઘટ્યો
૩૨ મહેમાન ઘટ્યા
૩૩ વ્યવહાર ઘટયા
૩૪ લાગણીઓ ઘટી
૩૫ બચતો ઘટી
૩૬ સંસ્કૃતિ ઘટી
૩૭ સતસંગ ઘટ્યા
૩૮. સત્ય ઘટ્યુ
૩૯ સભ્યતા ઘટી
૪૦ પરિવાર ઘટ્યા
૪૧ ભાઈ પરિવારના મન મેળાપ ઘટ્યા
૪૨ સમર્પણની ભાવના ઘટી

જે કોઈ પરિવારમા હજુ સુધી આ અસર નથી આવી, તે પરિવારને સત્ સત્ વંદન

કળિયુગ નો સમય
કળિયુગ નો સમય

આજના પરિવર્તન યુગમાં શું શું વધ્યુ

(૧) પુરુષો ને સાસરિયા પ્રત્યે પ્રેમ,આદર વધ્યો. .
(૨) બહેન કરતાં સાળી વધારે સચવાય.
(3) ભાઈ કરતાં સાળો વધારે સચવાય.
(૪) પિતા કરતાં સસરા, વધારે સચવાય.
(૫) મા કરતાં સાસુ વધારે સચવાય.
(૬) મોંઘવારી વધી.
(૭) મોજશોખ વધ્યા .
(૮) સુંદર દેખાવા બ્યુટીપાર્લર ના ખર્ચા વધ્યા.
(૯) કપડાં માં મેચિંગ વધ્યા.
(૧૦) બ્રાન્ડેડ વસ્ત્રો ના ક્રેઝ વધ્યા.
(૧૧) જન્મદિવસની ઉજવણીઓ વધી.
(૧૨) દેખાદેખી થી ચડિયાતા થવાના ક્રેઝ વધ્યા.
(૧૩) શિક્ષણ માટે ના ખર્ચા વધ્યા.
(૧૪) હુંશા તુંશી વધી.
(૧૫) આજની નવી(પેઢીને) જનરેશન ને મા-બાપ પ્રત્યે અવગણના વધી.
(૧૬) ભાઈઓ ભાઈઓ માં મારુ તારુ ના ભેદ વધ્યા.
(૧૭) છુટાછેડાના કેશ વધ્યા.
(૧૮) દેરાણી-જેઠાણી માં કડવાસ વધી.
(૧૯) બાપની મિલકત માટે ભાઈ-ભાઈ-બહેન વચ્ચે વેરઝેર વધ્યા .
(૨૦) જૂઠ વધ્યુ.
(૨૧) વૃધ્ધાશ્રમો વધ્યા.
(૨૨) કોઈને નીચા દેખાવાના ક્રેઝ વધ્યા.
(૨૩) વડિલોની સાથે અશોભનીય વર્તન વધ્યા.
(૨૪) પદ પ્રાપ્તિ માટે કાવાદાવા વધ્યા.
(૨૫) હોટલો નું ખાવાના ક્રેઝ વધ્યા.
(૨૬) પોતાની મોટાઈ બતાવવાનું વધ્યું.
(૨૭) દેખાદેખી કરવામાં દેવું વધ્યું…

આજે કળિયુગના સમયમાં આપણા સૌના જીવનમાં શું શું પરિવર્તન આવ્યું તે જાણો ને સાવધાનથી જીવજો.

Also read : જાદુઈ લાકડીઓ – એક ગુજરાતી કથા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *