ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી

રત્નસુંદર સુરીશ્વરજી

ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી

“ક” …કદી રિસાવું નહિ
“ખ” … ખરાબ લગાવું નહિ
“ગ” … ગરમ મિજાજ રાખવો નહિ
“ઘ” …ઘર ને મંદિર બનાવી રાખવું
“ચ” …ચતુરાઈ બધે ના દાખવવી
“છ” …છલ ક્યારે ન કરવું
“જ” …જનમ સફળ કરવો
“ઝ” ..ઝખના સારી વસ્તુ ની રાખવી
“ટ” … ટકાટક રહેવું
“ઠ” …ઢપકો મોટા નો સાંભળી લેવો
“ડ” …ડર ભગવાનનો રાખવો
“ઢ” …ઠગલા બંધ કામમાં કંટાળો ના કરવો
“ત” …તરફદારી સાચા ની કરવી
“થ” … થકાવટ મહસુસ ના કરો
“દ” … દરદ ને નજર અંદાજ કરો
“ધ” … ધરમમાં રુચિ ધરાવો
“ન” … નફ્ટાઈ ક્યારે ન કરવી
“પ’ … પક્ષપાત ના કરવો
“ફ” … ફસાવવું નહિં કોઈ ને
“બ” … બમણું આપતા શીખો
“ભ” … ભગવાનનો પાડ માનો
“મ” … મરજી મુજબ ના વર્તવું
“ય” … યશ માટે ના જીવવું
“ર” … રસ્તા ખોટાં ના અપનાવા
“લ” … લક્ષ્ય પાક્કું રાખવું
“વ” … વગર પૂછે જવાબ ન આપવો
“શ” … શરમ નું ઘરેણું પહેરી રાખવું
“સ” … સરસ વાણી બોલવી
“ષ” … ષડયંત્ર ના રચવું
“હ” … હસતું મુખ રાખવું
“ળ” … ફળ ની અપેક્ષા ન રાખવી.
“ક્ષ” … ક્ષમા વીર સય ભૂષણમ્
“જ્ઞ” … જ્ઞાન વહેચવાથી વધે.

જો તમને ગુજરાતી બારાખડી પ્રમાણે ચિંતન ના મોતી વાંચવા ગમ્યા હોય તો આ પણ વાંચો : નકારાત્મક વિચારો બદલવા શું કરવું જોઈએ? – ૧૦ પ્રેકટિકલ ટીપ્સ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *