ફુવા કોને કહેવાય? – ગુજરાતી હાસ્ય લેખ
ફુવા કોને કહેવાય? – ગુજરાતી હાસ્ય લેખ
ફુવા એક નિવૃત જીજાજી હોય છે. એક જમાનામાં સાસરીયામાં શાહિ પનીરનો સ્વાદ માણ્યો હોય એને હવે બપોરની વધેલી દાળ ગરમ કરીને પીરસી દેવામાં આવે, ત્યારે આવા સંજોગોમાં “ફુ ને વા” થવો સંભવ છે. એટલે આવા શખ્શને ફુવા કહેવુ ઉચીત અને યથાયોગ્ય છે.
ફુવા પર નિબંધ
કુલ ગુણ-૧૦૦
ફુવા
ભુમીકા
ફૈબાના પતિને ફુવા કહે છે. ફુવાના રોદણા બોવ હોય. સગાઇ કે લગ્નમાં જ્યારે તમે કોઈ આધેડ શખ્શને જોવો, જે જુના અને કધોણીયા સુટ પહેરેલા, મોઢુ ફુલાવેલા, અતડા-અતડા રહેતા હોય, જેની આસપાસ બે-ત્રણ જણ કોહવાયેલી કઢી જેવા મુદ્રામાં ઉભા હોય, તો બેઝીઝક માની લેવુ કે આ જ બંદો વરરાજનો ફોવો છે.
આવા માંગલીક પ્રસંગે જો ફુવા મોઢુ નો ચડાવે તો લોકો એમના ફુવા હોવા પર શંકા-કુશંકા કરવા લાગે છે. તેને તેની હેસિયત જતાવવાનો આ છેલ્લો મોકો હોય છે. અને કોઇપણ ભારતીય ફુવા આ મોકાને ખોવા ઇચ્છતા નથી હોતા.
આવુ બધું કેવી રીતે કરે છે? (ModusOperendi)
એ કોઇપણ નાની અમથી વાતમાં રિસાઈ જાશે. ચીડચીડાઇ જાશે. તીખી દલીલ કરશે. ભોજીયાભાઈને પણ ફર્ક ન પડે તેવી બાબત પર પોતાનું અપમાન થયુ છે એવી ઘોષણા કરતા કોઈ એવી ઓળખાણ-પીછાણ વાળી જગ્યાએ પસાર થાશે. જ્યાથી એને મનાવીને પાછા વાળી શકાય.
હવેનો વ્યાજબી સવાલ એ કે, ફુવા આવુ કરે છે શા માટે? (CAUSE)
ખરૂ જોતા ફુવા જે હોય છે, એ વ્યથીત થઈ રહેલા જીજાજી છે. એ એવુ માનવા તૈયાર નથી હોતા કે એમના સારા દિવસો હવે ભુતકાળ બની ચુક્યા છે. અને એમના સન્માનની રાજગાદી ઉપર કોઈ નવા છોકરાએ જીજાજી બનીને કબ્જો જમાવી લીધો છે. ફુવા, ફુવા બનવા નથી માગતા. તે જીજાજી જ બની રહેવા ઇચ્છે છે. અને લગ્નસરા જેવા નાજુક પ્રસંગે તેમનુ મોઢુ ચડાવવુ, જીજાજી બની રહેવાની નાકામ માત્ર છે.
પ્રભાવ (EFFECT)
ફુવાને એ ગેરસમજ હોય છે કે તેમની નાખુશીને ખુબ જ ગંભીરતાથી લેવામાં આવશે. પણ મોટે ભાગે એવુ થાતુ નથી. છોકરાનો બાપ તેને જીજાજી તરીકે સાચવીને ઓલરેડી થાકી ચુક્યો હોય છે. ઉપરથી દિકરા-દિકરીના લગ્નની કેટલીયે પળોજણ. એટલે તે એકાદ વાર પોતે કોશિષ કરે છે અને થાકી-હારીને તેમના વૃધ્ધ જીજાજીને તેમના કોઈ નક્કામા ભાઇબંધને હવાલે કરી બીજા જરૂરી કામમાં પરોવાઇ જાય છે.
બાકીનાં લોકો ફુવાના રિસામણાને લગ્નના બીજા રિવાજોની જેમ જ લે છે. એ લોકો એવુ માને છે કે ફુવા આવુ બધું કરવા જ આવ્યા છે, અને આવુ નહિ કરે આ જણ બીજુ કરશે શું? સ્વાભાવિક છે કે એ લોકો પણ તેને કોઈ ધ્યાન નહિ આપે. ફુવા જો થોડા ઘણા પણ સમજદાર હશે તો વાતને બહુ લાંબી નહિ ખેચે.
સમાધાન (SOLUTION)
તે માહોલને સમજી જાય છે. મામલો હાથમાથી નિકળી જાય એ પહેલા જ માની જાય છે. પત્નિની તીખી નજર એને સમજાવી દે છે કે વાતને વધુ આગળ વધારવી તબીયત માટે હાનિકારક છે. માટે તે બહિષ્કાર સમાપ્ત કરી મુખ્ય ધારામાં પરત આવી જાય છે. તો પણ એ હસતા-બોલતા તો નથી જ અને અતડા-અતડા રહ્યા કરે છે.
એમની એકાદી ઉમ્રદરાજ સાળી અને તેમની પોતાની પત્નિ જરૂર થોડી ઘણી આગળ પાછળ લાગી રહે છે. પણ પછી એ પણ બહુ જલ્દી ભગવાન ભરોસે છોડીને મહેમાની આગતા-સ્વાગતામાં વ્યસ્ત થઈ જાય છે.
ભવિષ્ય (FUTURE)
ફુવા “બહાદુર શાહ ઝફર” ની ગતિને પ્રાપ્ત થાય છે. પોતાનું રાજ હાથમાથી સરકતુ જોઇ વ્યથિત થાય છે. પણ કોઇને કાઈ કહિ શક્તા નથી. મન મનાવીને જમીને બીજા લોકોથી વહેલા લગ્નસ્થળ છોડી નશકોરા બોલાવવા પોતાના રૂમમાં જતા રહે છે. આ સિવાય ફુવા બીજુ કાઈ કરી પણ નથી શક્તા. એટલા માટે એ આવુ જ કરે છે.
સારાંશ (The End)
આ હાલતને જોતા મારી તમને બધાને એ વિનંતિ છે કે ફુવાઓ ઉપર હસો નહિ. તમે આજીવન જીજાજી નહિ બની રહો. આજે નહિ તો કાલે તમે પણ ફુવા બની માર્ગદર્શક મંડલનો હિસ્સો બની જશો. ફુવા પણ ક્યારેક શુધ્ધ જીજાજી હતા.
Also read : પર્યટક અને માછીમાર વચ્ચેનો સંવાદ : સુખી જિંદગી નું રહસ્ય
Very funny and novel!