મેરેજ કરવા આતુર શિક્ષક ની આચાર્ય ને રજા માટે અરજી
મેરેજ કરવા આતુર શિક્ષક ની આચાર્ય ને રજા માટે અરજી
એક અપરિણીત શિક્ષક તેના આચાર્ય સાહેબને છોકરી જોવા માટે અરજી આપે છે. અને જુઓ પ્રિન્સિપાલે શિક્ષકને શું જવાબ આપ્યો, શિક્ષક ની અરજી અને આચાર્ય નો આ પત્ર વાંચીને તમે ખુશ થઈ જશો…
પ્રતિ,
આચાર્ય સાહેબ
બીઆઈસી કોલેજ
વિષય: લગ્ન માટે છોકરી જોવા વેકેશન
આદરણીય સાહેબ,
સાહેબ, તમે જાણો છો કે લગ્ન એક એવી પરંપરા છે જે યુગોથી ચાલી આવે છે, જેના માટે પુરુષ બહુ ઉત્સાહી રહેતો હોય છે. સાહેબ, મારા પિતાએ મને ટેલિકોમ્યુનિકેશન (મોબાઇલ) દ્વારા જાણ કરી છે કે તેઓ મારા માટે છોકરી જોવા જવા ના છે, સાહેબ, જોકે તેમણે મને બોલાવ્યો નથી, પરંતુ હું ઈચ્છું છું કે હું પણ છોકરીને જોવા માટે જઉં !
સાહેબ, તમે જાણો છો કે તાજેતરમાં શિક્ષક હોય એવા છોકરાઓનો ક્રેઝ ઓછો થઈ રહ્યો છે અને પુરુષ શિક્ષકો ના લગ્ન માટે બહુ મુશ્કેલી પડી રહી છે!
સાહેબ, મને બહુ મુશ્કેલી થી સારું માંગુ મળ્યું છે , કન્યા બહુ રૂપવતી છે, સુશીલ, ગુણવતી, હસમુખી છે જાણે કોઇ ટીવી સીરીયલ ની અભિનેત્રી હોય !
આદરણીય સાહેબ , મારી લગ્નની ઉંમર પણ અંતિમ તબક્કામાં છે, તેથી હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મને 3 દિવસની રજા આપો, તમારું ખૂબ ભલું થશે ! હું અને મારો પરિવાર અને મારા ભાવિ બાળકો પણ જીવનભર તમારા ઋણી રહીશું.
વિનંતી કરનાર-
તમારા શિક્ષક
_______________________
પ્રિન્સિપાલ જી નો જવાબ
પ્રતિ,
પ્રિય વિવાહ-આતુર શિક્ષક
તમારી ઈચ્છાઓ અને તમારી શંકાઓ પણ સમજાઈ. લગ્ન એ યુગો – યુગોથી ચાલતી આવતી પરંપરા છે અને આપણા આસ્તિક સમાજમાં એવી માન્યતા છે કે લગ્ન ભગવાન દ્વારા જ નક્કી કરવામાં આવે છે, તે જ્યાં થવાનું હોય ત્યાં જ થશે.
તમને ઉપરના ભગવાન (પરમેશ્વર) અને નીચેના ભગવાન (તમારા પિતા) માં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ . તમારા ગયા વિના બધું સારું અને સારું રહેશે. મારા પર પણ વિશ્વાસ કરો કે લગ્ન નક્કી થયા પછી હું તમારી રજાની અરજી સ્વીકારવાનું ચોક્કસ વિચારીશ!
તમારા પ્રિન્સિપાલ હોવાને કારણે હું તમને વધુ એક સલાહ આપીશ કે તમે આટલી આકરી ગરમીમાં બોર્ડના પેપર અને સમર કેમ્પનું મૂલ્યાંકન હમણાં જ પૂરું કર્યું છે, જેના કારણે તમારા ચહેરા પર થોડી કરચલી, કાળા કુંડાળા અને કાળાશ આવી ગઈ છે, અને આ લક્ષણો છોકરી જોવા માટે યોગ્ય નથી અને મને આશંકા છે કે જો તે તમને આવી દશા માં જોશે તો તમને નાપસંદ કરશે અને તમારી સાથે લગ્ન કરવાના વિચાર ને માળીએ મૂકી દેશે.
તો મારા પ્રિય શિક્ષક!
હું તમારા હિતમાં તમારી રજા ની અરજી નામંજૂર કરું છું, જેથી તમારા લગ્ન થઈ શકે, મહેનત કરો, કામ પર જાઓ અને પરીક્ષા ની ઉત્તરવહી ના મૂલ્યાંકનનું બાકીનું કામ કરો.
આચાર્ય
Also read : એક સાંજે મળવું છે તમને…
Waah very funny 😀😀👌👌