આ તો દોસ્તોની મહેફિલ છે

જેવો સંગ તેવો રંગ

આવ તો ઇન્કાર નથી
ન આવ ને તો ફરીયાદ નથી
આ તો દોસ્તો ની મહેફિલ છે
ને વિતેલા દિવસો ની યાદ છે.

આવ તો તારી મોજથી આવજે
કોઇ કંકુ ચોખા થી વેલકમ નહી કરે
પણ હૈયાના હેતથી તને તૂંકારે બોલાવીને
તું જેવો છો તેવો સ્વીકાર જરૂર કરશે

તું આવશે તો જરૂર થી ગમશે
તું નહી આવે તો યાદ જરૂરથી આવશે
આ તો દોસ્તો ની મહેફીલ છે
ને વિતેલા દિવસોની યાદ છે.

તું આવ તો એકલો આવજે
તારા મોભાને મુકીને આવજે
કારણ કે આ મહેફીલ તો તને
તુંકારાથી ઓળખનારા ગુજ્જુમિત્રોની છે

એટલે જ કહું છું દોસ્ત
તું “તું” થઇને આવજે
આ તો દોસ્તોની મહેફિલ છે
ને વિતેલા દિવસોની યાદ છે.

મળવાનું મન થાય તેવા તારા
આ તો લંગોટીયા મિત્રો છે
તારી વેદનામાં ભાગ પડાવશે
અને તારા સુખમાં ઉમેરો કરશે

આ તો દોસ્તોની મહેફિલ છે
ને વિતેલા દિવસોની યાદ છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *