જ્યારે ગુજ્જુભાઈ ની દુકાન ની સામે ખૂલ્યો મોટો સ્ટોર…
જ્યારે ગુજ્જુભાઈ ની દુકાન ની સામે ખૂલ્યો મોટો સ્ટોર…
રસ્તાની બાજુમાં ગુજ્જુભાઈ ની નાની એક દુકાન હતી
અચાનક એક દિવસ તેની સામે એક મોટી દુકાન (સ્ટોર) ખુલી
અને દુકાનદારે બોર્ડ લટકાવ્યું ઘી 300 ₹ કિલો
ગુજ્જુભાઈએ પણ બોર્ડ લગાવ્યું ઘી 280 ₹ કિલો
સ્ટોરવાળાએ બીજા દિવસે ફરીથી બેનર લટકાવ્યું ઘી 260 ₹
ગુજ્જુભાઈએ ફરીથી બોર્ડ પર લખ્યું ઘી 240 ₹
આ રોજની લડાઈ જોઈને એક સજ્જને ગુજ્જુભાઈને સમજાવ્યું કે તે એક મોટો સ્ટોર છે તે નુકસાન પણ સહન કરી લેશે તું તેની સાથે લાંબો સમય હરીફાઈ નહીં કરી શકે માટે તેની સરખામણી ન કર..!!
ગુજ્જુભાઈએ સજ્જન સામે માથાથી પગ સુધી જોઈને કહ્યું પણ હુ ઘી રાખતો જ નથી..!!
આતો ક્યાં સુધી ભાવ ઉતારે છે તે જોઉ છું. મારી ઘરવાળીને લેવું છે.!!
Also read : જેલ થી ભાગીને પતિ જ્યારે પત્ની ને મળ્યો