એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ!
એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ!
એમ શાને લાગે છે તારા વગર રહેવાય નૈ!
આવું શું એકવાર તારાથી મને કહેવાય નૈ!
ક્યાં વધું ચાહું છું કહીદે હાથમાં લઈ હાથ, કે
જિંદગી! તારા વગર પણ જિંદગી જિવાય નૈ.
સંધ્યા થઈ આવીશ હું તારા મિલન કાજે હવે
આપણી બાજું પવન કોઈ ભલે ને વાય નૈ.
મારે કાયમ આટલું બસ રાખવાનું ધ્યાન, કે!
શબ્દ મોંઘી છે જણસ મારી જણસ ખોવાય નૈ.
માણસાઈ ફૂંક લઈને ગઈ ગજા ઊપરની પણ
એ ભૂલી ગઈ ફૂંકથી સૂરજ કદી ઓલ્વાય નૈ.
જોયો એને એ પછી એવું તરત માની લીધું
મારી આંખે દૃશ્ય બીજું કોઈ પણ જોવાય નૈ
મૌન તારું મારું બેઠું સામસામે એનો ડર
લાગણી મારી ફરી અંદર પડી કહોવાય નૈ.❜❜
~ કાજલ કાંજિયા
Also read : તમારા ઘડપણ નો સહારો તમારી પુત્રવધૂ છે, પુત્ર નથી – એક નવો દૃષ્ટિકોણ