ઢળતી ઉંમર નો કેમ થાક લાગે છે?

ઢળતી ઉંમર નો થાક

ઢળતી ઉંમર નો કેમ થાક લાગે છે?

ગુજજુમિત્રો આજે હું તમને એક બહુ સુંદર કવિતા શેર કરવા માગું છું. એવું કહેવાય છે કે બાળપણ અને યૌવન બહુ સુંદર છે અને તેના પર અનેક કૃતિઓ ની રચના કરવામાં આવી છે. પરંતુ ઘડપણ ની સુંદરતા વિષે બહુ ઓછું લખાયું છે. ચાલો આજે ઢળતી ઉંમર નો થાક ઊતારીએ.

ઢળતી સંધ્યાનું આકાશ
કેટલું ખૂબસુરત લાગે છે
તો પછી……
ઢળતી ઉંમર નો આપણને
કેમ થાક લાગે છે…..?

આ તબક્કે જ અધૂરા સપનાઆે
પૂરી કરવાની એક આશ જાગે છે
તો પછી….
ઢળતી ઉંમર નો આપણને કેમ
થાક લાગે છે…… ?

જવાબદારીઓ થી મુક્ત થઈને
પોતાની જાતને મળવાની એક
પ્યાસ જાગે છે
તો પછી….
ઢળતી ઉંમરનો આપણને કેમ
થાક લાગે છે…… ?

અંધારી રાત પછી, સોનેરી
સવારનો કેવો ઉજાસ લાગે છે
આ ઉંમરે જિંદગીના અનુભવો
પરથી….સમજણનો એક
અહેસાસ જાગે છે…….
તો પછી….
ઢળતી ઉંમર નો આપણને કેમ
થાક લાગે છે…….

સુખ-દુઃખ એ જીવનનું સનાતન
સત્ય છે…..એને બાજુ પર મૂકી
જિંદગી જીવો……
પછી જુઓ જિંદગી કેવી ખાસ
લાગે છે……. !!!

તન થાકવું એ નિયતી છે…..
પણ…. મનથી નહીં થાકતા
દોસ્તો……
પછી જોઈ લેજો……
ઢળતી ઉંમરનો ક્યાં, કોઈ
થાક લાગે છે…….✍????

મિત્રો, જો તમને આ કવિતા વાંચીને આનંદ આવ્યો હોય તો આ પોસ્ટ ની લીંક તમારા સ્નેહીજનો સાથે જરૂરથી શેર કરજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *