આભાર માને છે તો જરા તું હસીને માન

આભાર માને છે તો જરા તું હસીને માન

આભાર માને છે તો જરા તું હસીને માન

❛❛પુલકિત થઈ જશે પછી મારું પૂરું જહાન,
આભાર માને છે તો જરા તું હસીને માન!

કડવું મળે છતાં! એ નથી આપતા પરત,
ઉતારી વિષ ગળે, તું જો! શંકર થયા મહાન.

સરભર થયા નથી હજું ૠણાનુંબંધ કંઈ!
કરવાનો છે પ્રણય, હવે તારે, મને ય જાન!.

સમજાવે છે પ્રભુ ઘણીયે ચોકસાઈથી,
માણસનાં હાથમાં ધરી ગીતા અને કુરાન.

લાખો હશે ખબર છે તને ચાહનારા છતાં!
જો હોય કોઈ મારા સરીખું તો કર બયાન.

દીવાનગી નથી આ! આ વળગણ છે પ્રાણનું,
કહેવું નથી વધારે જા, હો’ માનવું તો માન,

ઈશ્વર કરે બધું, જે ઉતારી ગયા ગળે!
એને શું પદ- પ્રતિષ્ઠા,શું અપમાન,કે શું માન.

લીધા વગર મને તું ક્યાં કંઈ આપે છે પ્રભુ !
લે આપ શબ્દ તું બળુકા, આપું હું જબાન.”

~ કાજલ કાંજિયા

Also read : વજન ઘટાડવા માટે શું કરવું જોઈએ?

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *