તમારી આર્થિક પરિસ્થિતિનો ગુસ્સો બાળકો પર ન કાઢો : પ્રેરક પ્રસંગ

પ્રેરક પ્રસંગ

તમારી આર્થિક પરિસ્થિતિ નો ગુસ્સો તમારા બાળકો પર ન કાઢો : પ્રેરક પ્રસંગ

મેં કીધું દોસ્ત…કેમ આજે ઢીલો છે….

કંઈ નહીં દોસ્ત…. આવક કરતા જાવક વધી રહી છે! આર્થિક મંદી ના બહાના હેઠળ ત્રણ વર્ષ થી પગાર-વધારો નથી થયો, બજારમાં નવી નોકરી જલ્દી મળતી ન હોવાથી તેનો લાભ કંપનીઓ ઉઠાવી રહી છે. નોકરી/ધંધા ની અનિશ્ચિતતા વચ્ચે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. બનાવટી હાસ્ય લઈને એક હરતી ફરતી લાશ સમાજ વચ્ચે ફરે છે. દૂર દૂર સુધી તો કોઈ આશા ના કિરણ દેખાતા નથી.

ઘણી વખત આ તકલીફો ને કારણે વગર મફત નો આપણો પરિવાર ભોગ બને છે! દોસ્ત આવા સમયે સંયમથી વર્તવું. ઓછું બોલવું…

એક મહિના પહેલાંની વાત

સાંભળ દોસ્ત, એક મહિના પહેલા ની વાત કરું તો..હું ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો…અંદર ના રૂમ માં સ્વીટુ ભણતા ભણતા ઉભો થઇ તેની મમ્મી સાથે મસ્તી તોફાન કરતો હતો…

મારા હાથ માં ઇલેક્ટ્રિક બિલ હતું…બિલ ની રકમ જોઈ હું મુંઝાયો હતો….તેની વ્યવસ્થા ,ઉઘડતી સ્કૂલે ફી ની ચિંતા, ઘર ના હપ્તા, મેડિકલેમ…., ધંધામાં હરીફાઈ ને કારણે આવકની અનિશ્ચિતતા!, નોકરીઓ ઉપર લટકતી તલવાર.. જાણે મગજ ઉપર અચાનક આતંકી હુમલો થયો હોય તેમ ખર્ચ નું લિસ્ટ આતંક માચવવા લાગ્યું….હું મારી જાત ઉપર સંયમ ગુમાવતો જતો હતો.

આર્થિક પરિસ્થિતિ નો ગુસ્સો બાળક પર

તેવા માં સ્વીટુ તેના રૂમ નો પંખો અને લાઈટ ચાલુ રાખી તે ક્યારનો મજાક મસ્તી તેની મમ્મી સાથે કરતો હતો…

હું ઉભો થયો અને મેં બુમ મારી કે, જે જગ્યા એ બેઠા નથી ત્યાં પંખા લાઈટ કેમ ચાલુ રાખો છો…?

Anger bomb
પ્રેરક પ્રસંગ

સ્વીટુ ની સામે જોઈ હું બોલ્યો તારી આદત કેમ તું સુધારતો નથી ..આટલું બોલી તેના કાન ઉપર મારા થી એક થપ્પડ વાગી ગઈ…આ થપ્પડ એટલી જોર થી વાગી કે સ્વીટુ ના કાન માંથી લોહી નીકળવા લાગ્યું….સ્વીટુ એટલે સાત વર્ષ નું બાળક તે મારી સામે જોઈ આંખ માંથી આંસુ પાડવા લાગ્યો…..

વાત નાની હતી છતાં પણ સ્વરૂપ તેનું ગંભીર બની ગયું.

પતિ પત્નીનો ઝઘડો

મારી પત્નિ પણ મને વઢવા લગી..તમે નાના બાળક ઉપર હાથ ઉપાડો છો એ આદત સારી નથી. મારી ભૂલ મને સમજતા મિનિટ ની પણ રાહ જોયા વગર સ્વીટુ ને તેડીને હું ઝડપ થી નીચે ઉતર્યો…

પાછળ મારી પત્ની પણ બધા કામ બાજુ ઉપર મૂકી નીચે. ઉતરી…અમે એક્ટિવા ઉપર બેસી.ડોક્ટર પાસે ગયા. ફેમિલી ડોક્ટરે કાન માંથી લોહી બંધ ન થતું હોવાથી તાત્કાલિક સર્જનને મળવાનું કીધું. અમે સર્જન ના ત્યાં પહોચ્યા…..

સર્જને કીધું….. સ્વીટુ સામે જોઈ કીધું..બેટા સ્કૂલ માં મારા મારી કરી ?

સ્વીટુ તો મારી સામે જોઈ રહ્યો.. મેં ભીની આખે મેં કરેલ ભૂલ વર્ણવી….

ડૉક્ટર ની સાચી સલાહ

ડોક્ટરે કીધું તમે ભણેલ થઈ આ હદ સુધી જાવ છો? તમને ખબર છે..કોઈ વખત આખી જિંદગી ખોડ રહી જાય?

મેં કીધું સાહેબ મારી ભૂલ છે, સ્વીટુ ને સારું તો થઈ જશે ને ?

ડોક્ટરે ચેક કરી કીધું. …”હું મનોચિકિત્સક નથી પણ બાળક ની માનસિક હાલત ઉપરથી એટલું જરૂર કહીશ.. તેને કાન કરતા દિલ ઉપર વધારે ઘા વાગ્યો છે… બાળક તમારું છે…છતાં પણ કહું છું..આવા સ્વીટ બાળક ઉપર તમે હાથ કેવી રીતે ઉપાડી શક્યા.?”

Anger
પ્રેરક પ્રસંગ

મારી પત્ની તો રડી પડી.. રડવા નું મારે બાકી હતું.. હું ડોક્ટર દેખતા સ્વીટુ ને ભેટી રડ્યો…. બેટા માફ કરી દે….. થોડો સ્વસ્થ થઈ મેં કીધું સાહેબ કેટલી ફી આપવાની?

ડોક્ટર સ્માઈલ આપી બોલ્યા રહેવા દો .. મારી ફી તમે નહીં ચૂકવી શકો?

મેં કીધું સાહેબ…હું પ્રયત્ન કરીશ… આપ બોલો…

ડોક્ટર સાહેબ બોલ્યા, “એક વચન આપો.. આજ પછી સંજોગો ગમેતેટલા પ્રતિકૂળ હોય પણ બાળક ઉપર હાથ નહીં ઉપાડો. ગુસ્સો પણ ચાલાક છે એ નિર્બળ વ્યક્તી ઉપર જ વાર કરે છે….”

ભગવાન જેવા ડૉક્ટર પણ હોય છે

કોણ કહે છે ડોક્ટર લૂંટે છે ? દાક્તર આવા ભગવાન જેવા પણ હોય છે..જે ફક્ત રૂપિયા માટે પ્રેક્ટિસ નથી કરતા…. એક ધર્મગુરુ જ્ઞાન ન આપે એવું જ્ઞાન તેમણે એક વાક્યમાં કીધું.

“ગુસ્સો પણ ચાલાક છે એ નિર્બળ વ્યક્તી ઉપર જ વાર કરે છે….”….

વાત તો સાહેબ ની સાચી હતી. નિર્બળ, લાચાર, વૃદ્ધ, અશક્ત ઉપર વાર કરી આપણે શું સાબિત કરવા માંગીએ છીએ?

અત્યારે ચારે બાજુ દરેક વ્યવસાય માં લોકો એ લૂંટફાટ અદારી છે ત્યારે..આવો પ્રેમાળ ઠપકો આપી અમને ભવિષ્ય માં આવી ભૂલ ન કરવાનું સમજાવનાર ડોક્ટર સામે હાથ જોડી અમે ઉભા રહ્યા અને તેમનો આભાર માન્યો

ડોક્ટર સાહેબ બોલ્યા ..તમારા સંપર્ક માં કોઈ સારી વ્યક્તિ આવે તો આભાર ભગવાન નો માનવો.. કારણ કે, તેની પ્રેરણા વગર આ શક્ય નથી… બાકી પંદર દિવસ પછી ફરી બતાવી જજો…

પપ્પા મારી હિંમત છે
પ્રેરક પ્રસંગ

બાળકો ને જરૂર હોય તો વઢો પણ હાથ ના ઉપાડો

સ્વીટુ સામે જોઈ ડોક્ટર સાહેબ બોલ્યા બેટા પપ્પા નું કહ્યુ હમેશા કરવાનું….બાકી હવે તારા પપ્પા તને મારે તો મને કહી દેજે…અમે બધા હસી પડ્યા…..

નફા ના ધ્યેય સાથે વ્યવસાય કરવાનો દરેક નો અધિકાર છે… પણ સમય અને સંજોગો જોઈને જો, તમારા દિલ માં કરુણા ઉભી થાય તો તમારો મનુષ્ય જીવન નો ફેરો સફળ થયો છે..તેવું સમજી લેજો…

દોસ્ત…ઘરે આવી સ્વીટુ ને ભેટી ફરી રડ્યો. તેના માથે હાથ ફેરવી હું આખી રાત રડતો રહ્યો…
વિચારતો હતો… આવક કરતા ખર્ચ વધે તેમાં પરિવાર નો શુ વાંક ? હીલ સ્ટેશન ઉપર ફરવા ન લઈ જઈ શક્યો તો વાંધો નહિ ..પણ ઉનાળા માં પંખો તો વાપરે કે નહીં ?

દોસ્ત દુઃખ તો ત્યારે થયું જયારે હું તેના ભણવા ના રૂમ માં ગયો એ ભણતો હતો પણ પંખો ચાલુ ક્યોં ન હતો ? હું સમજી ગયો..સ્વીટુ એ મને હજુ માફ નથી કર્યો….. અથવા તો અંદર થી હજુ મારા થી ડરે છે ..

આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એમાં બાળકો નો શું વાંક

મેં માથે હાથ ફેરવી કીધું…બેટા સ્વીટુ પપ્પા ને માફ નહિ કરે ? હવે પપ્પા કદિ તને નહીં મારે. પ્રોમિસ.

એ ભોળા ભાવે બોલ્યો…જેન્ટલમેન પ્રોમિસ?

હું તેને ભેટી પડ્યો..કહ્યું “બેટા જેન્ટલમેન પ્રોમિસ.”

મેં મારી પત્ની સામે જોઈ કીધું… એક સમય હતો હું પણ અંધારા થી ગભરાતો હતો.. પણ આજે…સંજોગો બદલાઈ ગયા .. આજે અજવાળું જોઈ હું ગભરાઈ જાવ છું !

મધ્યમવર્ગ ની વેદના

તું પણ. મને શક્ય હોય તો માફ કરી દે…પત્નિની સામે જોઈ મે કહયુ, કોઈ વખત આવક.જાવક ના બે છેડા મેળવતી વખતે માનસિક સંતુલન ગુમાવી દેવાય છે..આ મારી તકલીફ નથી ઘરે ઘરે મધ્યમવર્ગના પરિવારોમાં આવી તકલીફો છે..પણ હવે થી આવી ભૂલ કદી ન થાય તેનું હું ધ્યાન રાખીશ.

મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી.બોલવા જેવા કોઈ શબ્દો જ ન હતા….કારણ કે મધ્યમવર્ગ ની વેદના આપણે એક બીજા નહિ સમજીયે તો બીજું કોણ સમજશે ?

આવા જ પ્રેરક પ્રસંગ વાંચવા માટે અમારા જીવનદર્પણ વિભાગ ની મુલાકાત લો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *