ઉનવા (યુરીન ઇન્ફેકશન) થવાના કારણો અને તે નો ઘરેલુ ઉપચાર

રાત્રે વારંવાર પેશાબ આવવો

ઉનવા (યુરીન ઇન્ફેકશન) થવાના કારણો અને તે નો ઘરેલુ ઉપચાર

મેડિકલ ભાષામાં UTI થી ઓળખાતી આ સમસ્યાને ગ્રામીણ ભાષામાં આપણે “ઉનવા”થી ઓળખીએ છીએ. તે dis-Ureaથી પણ ઓળખાય છે.

શરીરમાં લાગતા વિવિધ પ્રકારના ચેપમાં આ ચેપ બીજા નંબરે આવે છે.!! (પહેલા નંબરે આવે છે છાતીમાં લાગતો ચેપ. દા.ત.ફેફસામાં લાગતો ચેપ.) UTI એક પ્રકારનો બેક્ટેરિયા પ્રોબ્લેમ છે. તેનું મુખ્ય લક્ષણ પેશાબ માં માં થતી બળતરા છે. UTI વખતે બળતરા થવી તે આમ જોઈએ તો સામાન્ય છે પણ લાંબો સમય રહે તો ઠીક થતા વાર લાગે તેવા ઘણા રોગો થઈ જાય છે.! પુરુષો કરતાં સ્ત્રી માં આ સમસ્યા વઘુ ઉદભવતી હોય છે.

ઉનવા નો ઘરેલુ ઉપચાર

ઉનવા થવાના કારણો

  • ખાસ કારણ તો ઉનાળામાં ઓછું પાણી પીવાની ટેવ. રોજ 3 લીટર પાણી આખા દિવસમાં પીવું જોઈએ !!
  • તાસીર ગરમ હોય તેવી તથા તીખી હોય તેવી વસ્તુઓ ભોજનમાં વધુ લેવાતી હોય,
  • શરીરમાં પાણી ની કમી.
  • ઉનાળામાં તીખા તેજાના વાળા મસાલાનો રસોઈમાં વઘુ ઉપયોગ.
coconut

ઉનવા નો ઘરેલુ ઉપચાર

  • વધુ પાણી પીવું,નાળિયેર પાણી પીવું.
  • વિટામિન C હોય તેવા ફળો ખાવા તે યુરિન માં ઇન્ફેક્શન ઉત્પન્ન કરતા બેક્ટેરિયાને મારે છે.
  • જમવામાં કાકડી લેવી કારણકે તે શીતળ છે અને તેમાં રહેલા ક્ષારીય તત્વો મૂત્રાશય નું ફંકશન વ્યવસ્થિત કરવામાં મદદરૂપ થાય છે.
  • ગોળનું પાણી પીવું.
  • આયુર્વેદીક શાસ્ત્રો સાટોડી (પુનરનર્વા )નું ચૂર્ણ તેના ઈલાજ તરીકે સૂચવે છે. 2 ભાગ પુનરનર્વા અને 1 ભાગ ગોખરુ મિક્ષ કરી બનાવેલું ચૂર્ણ વધારે ઉત્તમ પરિણામ આપે છે.
  • તેમ છતાંય સુધારો ન થાય તો antibiotics દવાઓ જરૂરી બની જાય છે. આવી દવાઓ બેક્ટેરિયાના જૈવ-રાસાયણિક માર્ગને જ બંધ કરનારી હોવાથી ઝડપથી ઠીક થવાય છે.

Also read : બધાં સૂકા મેવામાં સૌથી વધારે ગુણકારી અંજીર ના અગણિત ફાયદા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *