જવાબ સાચા છે કે ખોટા?!!!
મગનભાઈ એક મોટી શાળાના બહુ જૂના શિક્ષક છે. તેમના આટલા વર્ષોની કારકિર્દીમાં છગન જેવો વિદ્યાર્થી ના જોવા મળ્યો. છગન ભણવામાં ડોબો પણ તેના જવાબ સાચા છે કે ખોટા તે કહેવું મુશ્કેલ હતું. નીચે છગનના જવાબો વાંચો અને તમે જ કહો કે તેના જવાબ સાચા છે કે ખોટા?!!
૧- કયા યુધ્ધમાં ટીપુ સુલતાનનું મોત થયું?
જવાબ –એના છેલ્લા યુધ્ધમાં.
૨- આઝાદીના કાનૂની કાગળો પર હસ્તાક્ષર કઈ જગ્યાએ થયા હતા?
જવાબ – પાના ઉપર લખાણ પુરૂ થયું હતું તેની નીચે.
૩- છુટાછેડાનું મુખ્ય કારણ શું હોઇ શકે?
જવાબ—લગ્ન
૪- ગંગા નદી કયા રાજ્યોમાંથી વહે છે?
જવાબ- તેના રસ્તામાં આવતા બધા જ રાજ્યોમાંથી.
૫-મહાત્મા ગાંધી કયારે જન્મયા?
જવાબ – તેમના જન્મદિવસે .
૬- છ લોકો વચ્ચે તમે ૮ કેરીને કેવી રીતે વહેંચશો?
જવાબ – કેરીનો રસ કાઢીને .
૭- આપણા દેશમાં આખું વર્ષ વધારે બરફ કયાં પડે છે?
જવાબ- દારૂના ગ્લાસમાં.