શાળામાં છોકરાંઓની નવી ફરિયાદો!

સૉલાર એનર્જીથી બનેલ વસ્તુ

શાળામાં છોકરાંઓની નવી ફરિયાદો!

કોરોનાકાળ પછી શાળાઓ ખુલ્યા પછી છોકરાંઓ ની નવી ફરિયાદો…

“મેડમ, આણે મારું માસ્ક લઈ લીધું !”

“મેડમ જુઓને મારા માસ્કની રબ્બરની દોરી તૂટી ગઈ !”

“ટિચર ટિચર, આ છોકરો માસ્કને ગિલોલ બનાવીને મારી ઉપર ટીશ્યુ પેપર નો બોલ ફેંકે છે !”

“ટિચર ટિચર ! આણે મારા માસ્ક ઉપર ABCD લખી નાંખી !”

“મેડમ… મારું માસ્ક આંખો પર ચડી ગયું… મને કંઈ દેખાતું નથી !”

“ટિચર ટિચર… આ છોકરી મારા માસ્ક વડે એના નાકના શેડા ????લૂછે છે.”

“ટિચર, મારા નાસ્તાના ડબ્બા માંથી કોઈનું માસ્ક નીકળ્યું !”

“એંએંએંએં… મારું માસ્ક ખોવાઈ ગયું… એંએંએંએં…”

શાળામાં છોકરાંઓ વિષે ટિચરની ફરિયાદો…

“તમારો બાબો યુનિફોર્મ વિનાનું માસ્ક પહેરીને કેમ આવે છે ?”

“તમારી બેબી માસ્ક ખસેડ્યા વિના જ વોટરબેગ માંથી પાણી પીએ છે. એને જરા શીખવાડો.”

“તમે તમારા ચાઈલ્ડને બે એકસ્ટ્રા માસ્ક આપવાનું રાખો. એ આખો દહાડો પોતાનું માસ્ક ચાવ્યા કરે છે.”

“અને હા, બાળકને સ્કુલમાંથી એકસ્ટ્રા માસ્ક આપ્યું હશે તો એનો 100 રૂપિયા ચાર્જ થશે.”

Read more jokes here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *