નવા ગુજરાતી જોક્સ : હસો અને હસાવો

ગુજરાતી જોક

નવા ગુજરાતી જોક્સ : હસો અને હસાવો

એક ભાઈ ઉભા ઉભા કંઈક ખાતા હતા…
મે કીધુ: “શુ ખાવ છો..?”

તો કે: “સિંગ ને ચણા..”
મે હાથમા જોયુ તો કાઇ નહતુ…!

મે કીધુ: “આમા તો કાઇ નથી..?”
તો મને કહે કે:
“એતો મનમા ને મનમા ખાવ છુ….”

મે કીધુ “મુર્ખા, મનમા જ ખાવુ હોય તો કાજુ બદામ ખાને…..”

સાલા વિચારમાય લોભિયા



😂😂😜 😜

એક બહેનને ત્યાં બપોરના સમયે એક ભિખારી ખાવાનું માગવા આવ્યો.
બહેને કહ્યું : “તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે..”
ભિખારીએ કહ્યું : “મેડમ, આપણે ફેસબુક પર ફ્રેન્ડ્સ છીએ !”😂😃


પત્ની : “સવાર પડી ગઈ…. ઉઠો, ફટાફટ હું ભાખરી કરું છું”
પતિ : “હું ક્યાં તાવડી પર સૂતો છું તુંતારે ભાખરી કર ને..” 😂


પતિ : શું આખો દિવસ ઇન્ટરનેટ પર ચોંટી રહે છે..?એની બહાર પણ એક સુંદર દુનિયા છે એ જોવાનો પ્રયત્ન કર..”

પત્ની : “લીન્ક મોકલો.!!.”😝


સિક્યુરિટી ગાર્ડ નો ઇન્ટરવ્યૂ હતો
પ્રશ્ન…પૂછ્યો…
“ઈંગ્લીશ…આવડે છે….?”

ઇન્ટરવ્યૂ આપનારે…સામે પૂછ્યું…..

“ચોર…..વિદેશ…થી આવવા ના છે…??

“🤣🤣

કોવિડ વેક્સિન
નવા ગુજરાતી જોક્સ

😄😄😄

કરસન: કેમ બેટા , ફળો કેમ ના લાવ્યો ?

પપ્પુ: આખી માર્કેટ ફર્યો પણ ધીરજ ક્યાંય ના મળ્યો…!

કરસન: ધીરજ કોણ ?

પપ્પુ: કેમ તમે કહેતા હતા ને,
ધીરજનાં ફળ મીઠાં હોય છે..!!!



😄😄😄
શિક્ષક- ક્લાસમાં જાગૃતિ લાવવા શું કરવું જોઇએ?

ભૂરો – જાગૃતિ ના પપ્પા મગનકાકા જોડે વાત કરવી પડે.



😀😀😀
કેટલાક લોકો મંદિરની બહારથી રસ્તે જતા ચાલુ વાહન ઉપર જ ભગવાન ના દર્શન કરી લે……

તેને “માર્ગદર્શન” કહેવાય.



🤣🤣🤣🤣🤣🤣🤣
અમે ગુજરાતી કોઈ ની પર ભરોશો કરતા નથી ….

કોઈ સુઈ ગયું હોય તો એને પણ ઉઠાડી ને પુછી લઈએ ….

ભાઈ સુઈ ગયો હતો ?



😂😂😂😂😂😂
બપોરે પ્રેમ થી પીરસાયેલા ભાત ને
જ્યારે તમે ના પાડો છો,

ત્યારે, અજાણતા જ તમે સાંજ માટે વઘારેલા ભાત ને હા પાડો છો…



😝
સત્ય ના પ્રયોગો માંથી..

પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !

છોકરો: તમારા ટાઈમ માં આવી સ્કીમ નહોતી ?

મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત…….



😳😜😃😅
જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે.
આળસુ પાત્ર મળે તો લેબર ડે.
અપરિપક્વ પાત્ર મળે તો ચાઈલ્ડ ડે.
પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે.
અને પાત્ર ન મળે તો
‌ રોજ ઇન્ડિપેન્ડન્સ ડે…
🤪



અમદાવાદી :
અલ્યા જીવલા,
કાશ્મીર માં શીકારા ( બોટ ) લઈએ તો હાઉસીંગ લોન
લેવી કે
વ્હિકલ લોન લેવી …!!?



😆😆😆
પત્ની : આપણો સંસાર સુખેથી ચાલે એટલે હું એકાદશી રહું છું, બીજ રહું છું, પૂનમ રહું છું, જન્માષ્ટમી રહું છું, રામનવમી રહું છું, વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….
પતિ : એમાં શું થઈ ગયું.?
પત્ની : તમે શું રહો છો, બોલો!
પતિ : હું રહું છું એ તું ના રહી શકે…
પત્ની : એવું તો તમે શું રહો છો જે હું ના રહી શકું, બોલો .?
પતિ : હું મૂંગો રહું છું….



😄😄😄😄😄😄😄😄😄😄
“એક્કેય ગાંડાને કોરોનો થયો?
બેફામ, માસ્ક પહેર્યાં વગર ફરે છે”.
આવો એક સગા નો મેસેજ આવ્યો.

તો મેં રિપ્લાય આપ્યો…….

છતાંય તમારે ઘ્યાન રાખવું..”

તો મને બ્લોક કરી દીધો બોલો…

પત્ની સાથે થતો અનુભવ
નવા ગુજરાતી જોક્સ


😂🤣😂🤣😂🤣
સાૈથી હોશિયાર માણસ એ છે…
જે ટોઇલેટમા બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઇ લે કે પાણી આવે છે કે નહી….
બાકી સાયન્સ..કોમર્સ તો ઠીક છે મારા ભાઈ …..



😀😜🤣
પતિ: આજે યુ ટ્યુબ પરથી શીખ્યો છું. તારા કોઈ સગાને હાર્ટ, કીડની કે ફેફસાનું ઓપરેશન કરાવવું હોય તો કહેજે. હુ કરી આપીશ.

પત્ની: એવા ખોટા અખતરા નો કરતા. એમ વીડીયો જોયે કાંઇ નો આવડે હો!

પતિ: તો તુ શેની કુકિંગ શૉ જોઈને રોજ મંડાણી હોય છે?



😄😄😜😄😄
હું કહું છું…

આ તીન પત્તી ની રમત ને
ઓલમ્પિક માં સામેલ કરો,
ગુજરાતી દર વખતે ગોલ્ડ લઈને આવશે
વિઠ્ઠલ તિડી



🤣🤣🤣🤣
પત્ની :- મારું ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું… તો પણ શું બીમારી છે ખબર જ નથી પડતી…
પતિ :- હવે તો એકજ ઉપાય છે… “પોસ્ટમોર્ટમ” કરાવીએ…!! 🥵🥰




પત્ની: સાંજે બાંકડે કોની સાથે બેઠા’તા ??
બહેન હતી કે ગર્લફ્રેન્ડ…?
પતિનો નિર્દોષ જવાબ :
“એણે” હજી કઈ કીધું નથી..!



😜🤣🤯
એક મોટું અચરજ…..
ઘેર પીઝા મંગાવે ને
બહારગામ થેપલાં લઇ જાય…અમે ભાઇ ગુજરાતી.!



🤡🥳
સુધરેલો ગુજ્જુ :- ડો.સાહેબ, મને છેલ્લાં કેટલાંક વિક થી વધારે પડતી વિકતા મહેસૂસ થાય છે..!!
😂🤣🥱

બંને મને ગમતી હતી
નવા ગુજરાતી જોક્સ

લગન કરેલા માણસ ને અડજેસ્ટમેન્ટ ની એટલી આદત પડી ગઈ હોય છે કે…… ઘરવાળી પિયર ગઈ હોય તો ય ડબલ બેડ ના એક ખૂણામાં જ ટુટીયું વાળીને પડ્યો હોય…..
😂🥸🤣🤣


ગુજરાતનો ૧૬૦૦ કિ.મી દરિયો છોડીને દીવ ફક્ત ન્હાવા માટે જાવ છો એ વાત માનવી મુશ્કેલ છે… !
😂🤓🥰


કુંવારા ને ભાગી ને લગન કરવા છે!
જેના લગન થઇ ગયા છે એને ય ભાગવા નું મન થાય છે!
🥵😭


❤️🌹🤡🥳🇮🇳
એક મેડમનું નામ નમ્રતા હતું….
તેના પતિ એને લાડથી ” નમુ ” કઈ ને બોલાવતા…
અને હંમેશા કે’તા
કે ” નમુ ” મારી છે અને હું
નમુનો છું….!!



😂😂
મોટિવેશનલ સ્પીકરો તો હમણાં આવ્યાં.. 😏
બાકી અમે ભણતા ત્યારે લેસન વગર જવાનું થાય તો અંદરથી જ ખુદને જબરદસ્ત હિંમત આપતાં રહેતા કે….
મારશે ખરા.. પણ, મારી તો નહીં જ નાંખે..



😂🤣🤪😜
લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર તરૂણીએ સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને ભીંજાયલા કેશની લટોમાં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે
જેટલું પાણી ઊડે……
એટલો વરસાદ કાલે અમારે ત્યાં
પડેલો😆😆😆🤣 🌩🌦

સામેવાળો મનમાં બબડયો, “આજથી પાણી મૂક્યું. ગમે તે થાય પણ કોઈ દિ’ કોઈ કવિને પૂછવું નહીં કે તમારે ત્યાં મોસમનો પહેલો વરસાદ આવી ગ્યો કે નહીં?”

Read more : સાસુ અને વહુ વચ્ચે આવી નિખાલસતા હોય તો જિંદગી ગુલઝાર છે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *