સ્ટોરનો છોકરો અને રિટાયર્ડ કાકા

બેંકમાં ઇન્ટરવ્યૂ

સ્ટોરનો છોકરો અને રિટાયર્ડ કાકા

એક રિટાયર્ડ કાકા એક પ્રોવિઝન સ્ટોર માં ગયા અને સ્ટોરના છોકરાં ને કહ્યું: “મને મૈસુર ની દાળ 742 નંગ આપ”.

એકપણ શબ્દ બોલ્યા વગર સ્ટોરનો છોકરો અંદર ગયો અને એ રિટાયર્ડ કાકા ને 200 ગ્રામ દાણા તોલી ને આપી દીધા.

એ રિટાયર્ડ કાકા એ આશ્ચર્ય સાથે કહ્યું કે, “આમાં 742 દાણા જ છે?”

છોકરા એ હા પાડી અને કહ્યું કે, “ઘરે જઈ ગણી લેજો, કારણ કે મારા બાપા એ 3710 દાણા એક કિલો માં આવે છે એવું ગણી લીધું છે. એટલે 200 ગ્રામ માં 742 દાણા જ આવશે.”

એ રિટાયર્ડ કાકા એ પૂછ્યું, “તારા પિતાજી શુ કરે છે?”

છોકરા એ કહ્યું, “એ તમારી જેમ જ નવરા બેઠા આવા મગજની પથારી ફેરવાવાના ધંધા કર્યા કરે છે!”

😂😂😂

To read more jokes click here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *