જૂના સમયના દીર્ઘદ્રષ્ટા માસ્તર સાહેબ : જીવનના પાઠ શીખવવાની કળા

માસ્તર સાહેબ

અમારા સમય ના માસ્તર ( મા કરતા પણ જેનુ સ્તર ઉંચુ હતુ તેવા ) સાહેબ કેટલા દીર્ઘ દ્રષ્ટા હતા તેઓ જે વાતની સમજણ આજે પડે છે. માસ્તર સાહેબ બહુ સ્ટ્રીક્ટ રહેતા એટલે કે અનુશાસનની બાબત માં સખ્તાઈ રાખતા. પરંતુ મિત્રો તેમની દરેક સજા માં જીવનનો કઈક બોધપાઠ છુપાયેલો રહેતો. ચાલો વાંચીએ આ નાનકડો લેખ.

સજા નં ૦૧ ) બાકડા ઉપર ઉભા કરવામાં આવતા
રહસ્ય : તમારા વ્યકત્વની ઉંચાઇ વધારો જીંદગી મા કંઈક બનવા મોટા સ્વપ્ન જુઓ

સજા નં ૦૨ ) હાથ માથા ઉપર ઉભા કરી ઉભા રહો
રહસ્ય : ઉંચો ધ્યેય રાખો અને આગળ વધો

સજા નં ૦૩ ) દીવાલ સામે મોઢુ રાખી ઉભા રહો
રહસ્ય : પોતાનુ આત્મનિરીક્ષણ કરો

સજા નં ૦૪ ) ક્લાસ ના બાર ઉભા રહો
રહસ્ય : ચાર દીવાલો માથી બાર જગત ને જુઓ, અનુભવો

સજા નં ૦૫ ) પંચાંગ પ્રણામ (ગોઠણ, કોણી, માથુ જમીન ને અડવા )
રહસ્ય : જીંદગી મા નમ્રતા લાવો


સજા નં ૦૬ ) મુર્ગો બનો
રહસ્ય : શરીર ની સહન શક્તિ વધારો

સજા નં ૦૭ ) બ્લેક બોર્ડ ને સાફ કરવા ની,
રહસ્ય : જીવન ના સારા માઠા પ્રસંગ ભુલો, નવી શરૂઆત કરો

school tree

સજા નં ૦૮ ) મોઢા ( હોઠ ) ઉપર આંગળી રાખો
રહસ્ય : પોતાની બડાઈ ઓછી અથવા કરો જ નહી


સજા નં ૦૯) કાન પકડી ઉભા રહો
રહસ્ય : ધ્યાન થી સાંભળી ગ્રહણ કરો


સજા નં ૧૦ ) પગ ના અંગુઠા પકડો
રહસ્ય : કોઈ વાળે તેમ વળો


સજા નં ૧૧ ) પાઠ કે ઘડીયો દસ કે વધારે વાર લખવો
રહસ્ય : પાકે પાકુ યાદ રાખવા સાથે યાદદાસ્ત વધારો

સજા નં ૧૨ ) નિશાળ છુટ્યા પછી પણ ઉભા રહેવાનુ
રહસ્ય : આંધળો દોટ ન મુકો અને ધીરજવાળા વ્યક્તિ બનો

મને લાગે છે મારા શૈક્ષણિક જીવન મા જે શિક્ષા, દીક્ષા, નો વૈભવ મેળવ્યો તે આજે કોઇ ને ક્યા સુલભ છે.

Also read : આપણાં સ્કૂલની જૂની યાદો…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *