આપણાં સ્કૂલની જૂની યાદો…

રિવાઇન્ડ બટન દબાવું ને બાળપણ આવી જાય!!

આપણાં સ્કૂલની જૂની યાદો …

ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી
કેલ્શિયમની ઉણપ પૂરી કરવી
એ અમારી કાયમી ટેવ હતી..!

અને ભણવાનો તણાવ ?
પેન્સિલનો પાછલો હિસ્સો
ચાવી ચાવીને
તણાવમુક્ત થઈ જતા હતા..!

અને હા …
ચોપડીઓની વચ્ચે
વિદ્યાના ઝાડનું ડાળું અને
મોરના પીંછાંને મૂકવાથી
અમે હોંશિયાર થઈ જઈશું
એવી દૃઢ માન્યતા હતી..!

અને
કપડાના થેલામાં
ચોપડા ગોઠવવા એ
અમારું આગવું કૌશલ્ય હતું.

ચોપડા ગોઠવવા એ જ
એ જમાનામાં હુન્નર મનાતું હતું.
અને ..
ચોપડાઓ ઉપર પૂંઠા ચડાવવા
એ અમારા જીવનનો
વાર્ષિક ઉત્સવ હતો ‌…

અને માતા-પિતાને
અમારા ભણતરની તો
કોઈ ફિકર કે ચિંતા જ નહોતી.

વર્ષોના વર્ષ વીતી જતા
છતાં અમારા માતા-પિતાના
પાવન પગલાં ક્યારેય
અમારી સ્કૂલ તરફ પડતા ન હતાં.

padma

અને
અમારા દોસ્તો મજાના હતા.

જ્યારે
સાયકલ લઈને જતા હતા ત્યારે
એકને ડંડા પર અને બીજાને
કેરિયર પર બેસાડતા
અમે કેટલીયે મંઝિલો ખેડી હશે,
એ અમને યાદ નથી …

પરંતુ
થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો
અમારી સ્મૃતિ પટલ પર છે…!

એ જમાનામાં
ટેલિવિઝન નવાનવા આવ્યા હતા.
કોઈક કોઈકના ઘરે જ ટેલિવિઝન હતા.
જોવા જઈએ તો
ક્યારેક ક્યારેક
અમને કાઢી મૂકવામાં પણ આવતા.
છતાં અમને ક્યારેય
અપમાન જેવું લાગતું ન હતું

નિશાળમાં
શિક્ષકનો માર ખાતા કે
અંગૂઠા પકડતા
ક્યારેય શરમ કે સંકોચ
નથી અનુભવ્યો કારણ કે ….

તે વખતે ક્યારેય
અમારો “ઇગો” હર્ટ નહોતો થતો.
કારણ કે …
અમને ખબર જ નહોતી કે
ઇગો કઈ બલાનું નામ છે ?

માર ખાવો
એ અમારા જીવનની
દૈનિક
સહજ પ્રક્રિયાનો ભાગ હતો…!

મારવાવાળો
અને માર ખાવાવાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..

એકને એમ હતું
કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું
કે
અમારો હાથ સાફ થઈ ગયો..!
આમ બંને ખુશ…!

padma

અમે ક્યારેય
અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને
એવું ન બતાવી શક્યા કે …
અમે તેમને
કેટલો પ્રેમ કરીએ છીએ.

આજે અમે
દુનિયાના ઉતાર-ચઢાવનો હિસ્સો બની ચૂક્યા છીએ

અમે
જે જીવન જીવીને આવ્યા છીએ,
તેની સામે
હાલનું જીવન કાંઈ જ નથી.

અમે સારા હતા કે ખરાબ….
એ ખબર નથી
પણ…
અમારો પરિવાર
અને અમારા મિત્રો
એક સાથે હતા
એ જ મહત્વનું હતું…!

Read more Gujarati poems here.

You may also like...

1 Response

  1. NITIN says:

    Excellent ????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *