વિચારવા જેવી વાત : વૃદ્ધ થતા આવડે છે કે માત્ર ઘરડા થયા છો?

નિવૃત્તિ કવિતા

વિચારવા જેવી વાત

તમે તમારા પૌત્ર પૌત્રી સાથે રમો છો? એમને વાર્તાઓ કહો છો? જેટલુ આવડે એટલુ,એમને લેસન કરવામા મદદ કરો છો? એમને ઉપદેશ આપ્યા સિવાય એમની ઉમરના થઈ એમની સાથે વાતો કરી શકો છો? એમને નજીકના મંદિરે કે બગીચે લઈ જાઓ છો? એક ચોકલેટ અપાવો છો? તો તમે મીઠાશભર્યા વૃદ્ધ છો.

તમારા દીકરા ની રાહ જમવામા જુઓ છો? એની વાતો માં રસ લો છો? એ બિમાર હોય તો એને માથે બામ લગાડો છો? એનુ વિલાયેલુ મો તમને સમજાય જાય છે? તો તમે મજાના વૃદ્ધ છો

તમારી પુત્રવધૂ ને યથાશક્તિ ઘર કે બહારના કામમા મદદ કરો છો? ક્યારેક આખુ ઘર પીઝા કે પાઉભાજી ખાવાનુ હોય ત્યારે તંદુરસ્ત હો તો ખીચડીની માંગ વગર આનંદથી જમી શકો છો? નવા જમાના ની ટીકા વગર પુત્રવધૂ સાથે સંવાદ કરી શકો છો? એને બહાર જવુ હોય તો મોઢુ બગાડ્યા વગર બે કલાક ઘરમા રહી શકો છો?
તો તમે સરસ વૃદ્ધ છો

બાકી ઘરડા તો ઘર ઘર મા છે! રોદણા રોતા,અસહકાર કરતા,જાતજાત ની માંગણીઓ કરતા ને આખા ઘરને વખોડતા ,ખાસ અલાયદી રસોઈ કરાવતા, ને સંતાનો પાસે એમને મોટા કર્યાનો ટેક્સ ઉઘરાવ્યા કરતા ઘરડા તો ઘર ઘરમા છે!!!

વૃદ્ધ થવુ એ આવડત છે. ઘરડા તો પોતે થઈ જવાય છે.

હવે તમે જ આ વિચારવા જેવી વાત નો જવાન આપો કે તમને વૃદ્ધ થવું છે કે ઘરડા?

Also note : ગરમ પાણી પીવાના ફાયદા : કેટલા દિવસમાં કયો રોગ મટાડે

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *