આ મારું ગુજરાત છે જ્યાં…
આ મારું ગુજરાત છે જ્યાં…
આ ગુજરાત છે કે જ્યાં ;
” યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી “
આ ગુજરાત છે કે જ્યાં ;
” મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય”
આ ગુજરાત છે કે જ્યાં ;
” રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના ,
મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” કવિઓની કવિતાઓ અને કથાકાર ની વાર્તા ઓ ના કદરદાનો ડગલે-પગલે જોવા મળે છે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” ટુ વિહલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને જ નીકળે છે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે “
આ ગુજરાત છે કે જ્યાં ;
” દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે “
આ મારું ગુજરાત છે કે જ્યાં ;
“ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે “
આવા ગુજરાતનો રહેવાસી હોવાનો મને ગર્વ છે અને તમામ ગુજરાતીઓ ને સલામ કરું છું.
Also read : ભણવા જતા પગમાં ધૂળની ડમરી નડતી ન્હોતી : ગુજરાતી કવિતા