ભારતીય મસાલામાં છુપાયેલું છે સ્વાસ્થ્ય સુખ
ગુજ્જુમિત્રો, કેમ છો? હવે લોકડાઉન ધીરેધીરે ખૂલી રહ્યું છે અને કોરોના વાયરસ સાથે જીવવાની તૈયારી કરવાની છે. આ લેખમાં હું અમુક એવા નુસખા લખી રહી છું જે રામબાણ ઈલાજ જેવા છે. ભારતીય મસાલામાં સ્વાસ્થ્ય સુખ છુપાયેલું છે. રસોડાના આ મસાલા ડોકટરની દવાને હંમેશાં દૂર રાખશે. કાવ્યાત્મક શૈલીમાં લખેલા આ નુસખા જરૂરથી વાંચજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો.
ધાણા સ્વભાવે ઠંડા, ગરમીને મારે દંડા
સુંઠ તીખું તમતમતું, માણસ ઉઠાડે માંદું
લીંબુ લાગે ખાટું, રોગને મારે પાટું
પીળી તૂરી હળદર, શરીરની મટાડે કળતર
મધમધતી હીંગ, રસોડાનો છે કીંગ
કઢીમાં મીઠો લીમડો, પ્રગટાવે આરોગ્યનો દિવડો
પચાવવા લાડુ બુંદીનો, રોજ ખાઓ ફૂદીનો
ખાવ કાળા મરી, સંસાર જાશો તરી
કાળા મરી છે નકકર, મટાડે એ ચક્કર
માપસર જમો, પછી ફાકો અજમો
તીખા લાંબા તમાલપત્ર, મજબૂત કરે મગજનું તંત્ર
નાના નાના તલ, શરીરને આપે બળ
જીરાવાળી છાશ, પેટ માટે હાશ
લીલી સૂકી વરિયાળી, જીંદગી બનાવે હરિયાળી
લાલ તીખા મરચા, બીજે દિવસે બતાવે પરચા
કજિયાનું મૂળ હાંસી, લવિંગ મટાડે ખાંસી
વધુ ખાવાથી વાંધો, આંબલી દુખાડે સાંધો
કાળું કાળું કોકમ, ખૂજલી માટે જોખમ
પેટને માટે દુવા, તીખાતીખા સૂવા
કમર પર ના મારો હથોડા, રોજ ખાઓ ગંઠોડા
મોં માંથી આવે વાસ, તો એલચી છે મુખવાસ
ઝાડા કરે ભવાડા, જાયફળ મટાડે ઝાડા
રોજ રોજ ખારો, ના લો તો સારો.
પથારીમાંથી ઉઠ, ને ફાકવા માંડ સૂંઠ
રોજ ખાઓ તજ, રોગ નહિ રાખે રજ
સરગવો ખાઓ, બીમારીઓ ભગાવો
પારિજાતનો ઉકાળો, મટાડે દુઃખાવો
નગોડના નવ ગુણ, દુઃખતી નસ કરે દૂર
નમક સિંધવ, બધા રોગનો બાંધવ
અર્જુન છાલ, હદયના ખોલે વાલ
બ્રાહ્મી સાથે દૂધ, મગજના જ્ઞાનતંતુઓને રાખે શુદ્ધ
ડોડીના પાન, આંખોની વધારે શાન
રોજ ખાઓ તુલસીપત્ર, બીમારીઓ નહિ આવે અત્ર
વધારો ફેફસાની શક્તિ, કરો જેઠીમધની ભક્તિ
ગોખરુ, પ્રોસ્ટેટ માટે સાવ ખરું
ખાઓ શંખપુષ્પી, વધારો બુદ્ધિ
મામેજવો ને લીમડાની છાલ, ડાયાબિટીસ જાય હાલ
બાવળની શીંગ, સાંધાના દુઃખાવાની રીંગ
ખાઓ રોજ મેથી, તો ભૂલી જાઓ એલોપેથી
દાડમનો રસ, શક્તિનો જશ.
અશ્વગંધા ચૂર્ણ, સ્નાયુ સાંધાનું પકડે મૂળ
રજકોને જવારા, વિટામિન બી ૧૨ માટે સારા
પપૈયા પાનનો રસ, ડેગ્યુંને કહે હવે ખસ
મુલતાની માટી, ગુલાબની પાંખડી અને ચંદન, ચહેરાને કરે વંદન
મીઠો લીમડાના પાન, વાળની વધારે શાન