કેરીની ગોટલી છે આરોગ્યની પોટલી

Gujarati Gotali 2

આ લેખ માં તમે જાણશો કે ગોટલી માત્ર એક મુખવાસ જ નથી પણ તમારા આરોગ્યની પોટલી પણ છે. આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો. ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન કરવામાં આવ્યું છે. વધુ જાણવા આગળ વાંચો :

વિટામિન બી-૧૨

ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય છે. કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની ‘વિટામિન બી-૧૨’ ની કમી દૂર કરી શકાય છે.

ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે – ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે.

કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ‘ફાઈટોકેમિકલ્સ’ છે. આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે…

એમિનો એસિડ

એમિનો એસિડમાંથી તૈયાર થતાં ‘પ્રોટીન’ જ શરીરની પાચન સહિતની દરેક ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઈન જ પ્રોટીન છે. શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનમાંથી જ બનેલા હોય છે.

ગોરધનભાઈ પટેલનું કહેવું છે કે, “માનવ શરીર માટે જરૂરી વીસ (૨૦) એમિનો એસિડમાંથી નવ (૯) એમિનો એસિડ શરીરમાં બનતા જ નથી. આ ૯ એમિનો એસિડ કેરી ની ગોટલીમાં બહુ જ મોટી માત્રામાં હોવાનું જોવા મળે છે.”

૧) ફિનાઇલ એલેનિન,
૨) વેલિન,
૩) થ્રિઓનિન,
૪) ટ્રીપ્ટોફન,
૫) મેથેઓનિન,
૬) લ્યૂસિન,
૭) આયસોલ્યુસિન,
૮) લાયસિન અને
૯) હિસ્ટિડિન…

તદુપરાંત માનવ શરીરમાં વિટામિન-ડી સિવાયના વિટામીન બનતા નથી. આ વિટામીન મેળવવા માટે આહાર પર જ મદાર રાખવો પડે છે. કેરીની ગોટલીમાંથી વિટામિન C, K અને E મળે છે. જે શરીરમાંથી કચરો દૂર કરનારા ‘એન્ટિ ઓક્સિડન્ટ’ તરીકેની ભૂમિકા પણ ભજવે છે.

ખનીજ તત્ત્વો

કેરી ની ગોટલીમાંથી
સોડિયમ,
પોટેશિયમ,
કેલ્સિયમ,
મેગ્નેસિયમ,
આયર્ન (લોહતત્વ)
જસત,
મેંગેનિઝ જેવા ખનીજ તત્વો પણ મળી રહે છે.

કાજુ બદામ કરતાં પણ વધુ પોષક ઘટકો કેરીની ગોટલીમાં છે. વળી, શરીરમાં તેનાથી ચરબી પણ વધતી નથી.

ભારતમાં ૧.૮૮ કરોડ ટન કેરીનું ઉત્પાદન થાય છે. તેમાંથી છ ટકા કેરીનું ગુજરાતમાં ઉત્પાદન થાય છે. તેમાંથી નીકળતી ગોટલીમાંથી કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીન તેમજ ૪૪ થી -૪૮ ટકા સંતૃપ્ત ફેટી એસિડ, એમિનો એસિડ અને જુદાં જુદાં મિનરલ્સ પણ મળે છે.

કેરીની ગોટલીમાં – સ્ટાર્ચના સ્વરૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ થઈ શકે છે.

ડાયાબિટીસમાં ગુણકારી

સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે કે, “આ ગોટલીમાંથી મળતું ‘મેન્ગીફેરીન’ નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.” ગોટલીમાંનું ‘મેન્ગીફેરિન’ નું ઘટક ડાયાબિટીસને અંકુશમાં રાખે છે. તેમજ તેમાંના ‘આઈસો મેન્ગીફેરિન’ અને ‘ફ્લેવોનાઈડ્સ’ જેવા ઘટકો ‘કેન્સર’ અને ‘મેદસ્વિતા’ જેવા રોગ સામે પણ રક્ષણ આપવા સમર્થ છે.

આ અંગેની વધુ સમજણ આપતા ડૉ. હરેશ કેહારિયાએ જણાવ્યું હતું કે, “આપણા આહારમાં ‘પોલીસેકરાઈડ’ના સ્વરૂપમાં સ્ટાર્ચ હોય છે. આ સ્ટાર્ચનું વિઘટન થાય ત્યારે તેમાંથી સુગર અલગ પડે છે અને તે બ્લડમાં ભળે છે. આ માટે આંતરડાંમાં ‘એમિલાઈઝ’ નામના પાચક રસો ઝરે છે. આ રસો સ્ટાર્ચમાંની ‘સુગર’ ને અલગ પાડવાનું કામ કરે છે. પરંતુ, મેન્ગીફેરિન નામનું ગોટલીમાંનું ઘટક આ પ્રક્રિયાને મંદ પાડી દે છે. તેથી સ્ટાર્ચમાંથી સુગર અલગ પડતી જ નથી.

બીજા શબ્દોમાં કહીએ તો બ્લડમાં સુગર ભળતી જ નથી. તેથી ડાયાબિટીસ ‘અંકુશ’ માં રહે છે !!

છાલ પણ મહત્ત્વપૂર્ણ

છાલ સાથે કેરી ખાવાથી પણ ડાયાબિટીશ અંકુશમાં રહે છે. કેરીની ગોટલીની માફક કેરીની ‘છાલ’માં પણ મેન્ગીફેરિન છે. તેથી પાકી કેરી છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી ડાયાબિટીશના દરદીઓને ફાયદો મળી શકે છે. છાલની સાથે માનવ શરીરના આંતરડાંમાં જતાં ‘ફાઈબર’ પાચનની પ્રક્રિયાના સરળ બનાવે છે. શરીરમાં જતાં ફાઈબર શરીરમાંની વધારાની સુગર પણ બહાર ખેંચી જાય છે.

તેથી ગુજ્જુમિત્રો, આ ઉનાળામાં માત્ર કેરીઓનું જ નહીં પણ તેની ગોટલીનું પણ સેવન જરૂરથી કરજો!

You may also like...

4 Responses

  1. Anonymous says:

    Super information in gujrati.

  2. ઈલા says:

    ગોટલી વિષે અદ્ભુત માહિતી.
    આટલા બધા ઓષધિય ગુણો ધરાવતી ગોટલી ને હવે દૈનિક મુખવાસ તરિકે અવશ્ય અપનાવી શકાય.
    અભિનંદન

  3. jignya says:

    very nice????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *