ડિલીવરી પછી પેટ પરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ૩ ઘરેલુ ઉપચાર
ડિલીવરી પછી પેટ પરથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે ૩ ઘરેલુ ઉપચાર
ગુજજુમિત્રો, મહિલાઓ ને બાળક ની ડિલીવરી પછી પેટ પરના સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા ઘણી બધી મહેનત કરવી પડે છે. કેટલીકવાર તો જીવનભર આ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાનું અશક્ય થાય છે. હું અહીં ૩ ઘરેલુ ઉપચાર જણાવી રહી છું. તમને અથવા તમારી ઓળખાણ માં કોઈપણ સ્ત્રીને આ લેખની જરૂર હોય તો લિન્ક ચોક્કસ શેર કરજો. કારણકે ડૉક્ટર બહારની ક્રીમ લખી આપે છે જેનો ભલે ગમે તેટલો ઉપયોગ કરો આ સ્ટ્રેચ માર્કસ દૂર થતાં નથી. એટલે આ ઘરેલુ ઉપાયો અજમાવો જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી.
ખાંડ
બદામના તેલના થોડા ટીપાંમાં એક ચમચી ખાંડ ઉમેરો અને તેમાં 3-4 ટીપાં લીંબુનો રસ ઉમેરીને મિશ્રણ બનાવો. સ્નાન કરતા પહેલા આ મિશ્રણને 2 થી 3 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ લો. એક મહિના સુધી આમ કરવાથી સ્ટ્રેચ માર્ક્સ દૂર થઈ જાય છે.
બટાકા
બટાકામાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે. બટાકાનો રસ કાઢીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. 1-2 અઠવાડિયા સુધી સતત લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ, ડાઘ, ફોલ્લીઓ વગેરેથી છુટકારો મેળવવામાં ફાયદો થાય છે.
કુંવરપાઠુ (એલોવેરા)
એલોવેરા તમારી ત્વચાને થતા નુકસાનને ઠીક કરવામાં ખૂબ અસરકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે આ નિશાનોને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે અસરગ્રસ્ત વિસ્તાર પર એલોવેરા જેલ લગાવો. લગભગ 10 મિનિટ પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. સારા પરિણામો માટે દરરોજ તેનો ઉપયોગ કરો.