હું દંભ વગરનો માણસ છું
હું દંભ વગરનો માણસ છું
હું છંદ વગરનો માણસ છું,
હું રંગ વગરનો માણસ છું.
કેદ કરી લેજો મને હૈયામાં,
હું દંભ વગરનો માણસ છું.
ઉડી નહી શકું તમારા વિના,
હું પંખ વગરનો માણસ છું.
નિરાતે રહી શકો મારી સાથે,
હું ડંખ વગરનો માણસ છું.
હાર જીતનો સવાલ જ કયાં છે ?
હાર માં પણ જીત હોય એમ લડુ છું!
હું બ્રામ્હણ છું,
ક્ષત્રીય છું,
વૈશ્ય છું ,
અને ક્ષુદ્ર પણ છું,
હું જમીન થી જોડયેલો માણસ છું.
નમે એને નમુ છું, ગમે એને ગમુ છુ.
બાકી નાં ને ભગવાન પર છોડુ છું!
Read more poem here.