મહેસાણી ભાષા નો શબ્દકોશ
મહેસાણી ભાષા નો શબ્દકોશ
ગુજ્જુમિત્રો, આજે હું આ લેખમાં તમને ગુજરાતના પ્રેમાળ અને કર્મઠ મહેસાણી લોકો ની એક મજેદાર બોલી, મહેસાણી બોલી વિષે જણાવી રહી છું. આ લેખને તમે મહેસાણી ભાષા નો શબ્દકોશ માની શકો છો. જો તમને મહેસાણી ના આવડતી હોય તો આ લેખ તમારા માટે મદદરૂપ થશે અને જો તમને આવડતી હશે તો આ વાંચતાં વાંચતાં તમારા ચહેરા પર સ્મિત આવી જશે!
- હેડ ( ચાલ )
- ચમ (કેમ)
- ચો જવુશ (ક્યાં જવુ છે)
- હુ (શુ)
- ઝયડુ (કાંટાનું ઝાડું)
- ભમરાળો (નસીબ વગરનો)
- પણજાર્યો, ખંચેર્યો (માર પડવો)
- રોલો, રૂંગો (ગાંડો)
- બુશટ (શર્ટ)
- ડોમચિયો (સાધન-સામગ્રી)
- મોચડો (ખેતરમાં જમીનથી ઊંચે સુવાની જગ્યા)
- શેડું (ખેતરમાં આવવા જવાનો રસ્તો)
- બાલીકોર (બહારની બાજુ)
- કાહયા થવુ (ગુસ્સે થવુ)
- ડોબુ (ભેંશ)
- રાગે-રાગે (ધીરે ધીરે)
- દન્દુડી (પાણી ની ધાર)
- રઘવા (ઉતાવળ)
- નૅચર (નીચે)
- ચાણ આયે (ક્યારે આવીશ)
- પાલું (ગ્લાસ)
- ભોડુ (માથું)
- ભુડા (ભલા માણસ)
- બાતલ (નકામો)
- ધુશ (ધૂમ)
- ટેટા (ફટાકડા)
- ડખો (ઝગડો)
- લૂગડાં (કપડાં)
- ભંભોલો (ફુગ્ગો)
- બોમ (બામ)
- ધોળું-ધબ (એકદમ સફેદ)
- ઘઇડી (ઉંમરવાળું)
- લોબેણ (લાબું અંતર)
- ઉપરાળુ (પક્ષ)
- ગણગારતા (વાત ના સાંભળવી)
- કજીયાળો ( ઝગડાખોર)
- બુદ્ધિનો બારદાન ( ડફોળ )
- કાહયો ( ગુસ્સાવાળો)
- હા ખા ( શાંતિ રાખ)
- ટોગા (પગ)
- નેના-દયોર ( નાલાયક )
- પોણી ( પાણી )
- ભોય( જમીન)
- બબુચક(ડફોળ)
- ભેડો (નાક)
- હાબુ (સાબુ)
- ડાચુ ( મૉઢુ)
- મૉચૉ (ખાટલૉ)
- ઢેખારૉ ( પતથર)
- ખખૉરીયુ (નાહવુ)
- એક મેલેય (એક મારીશ)
- ભોપાળું ( દેવાળું )
- ડહવુ ( પીવુ )
- લૂલો (અપંગ )
- ખાંખા ખોળા કરવુ (ફેંદવુ )
- હાગમટે (સહ કુટુમ્બ )
- વેહ ( પહેરવેશ )
- ડોગ્લુ ( ડબ્બો )
- રમર ચકકર ( જેમ તેમ )
- નવશેકું (સાધારણ ગરમ )
- બોમણ (બ્રામણ )
- હઇ (દરજી )
- ટાઢું (ઠંડુ )
- હેતેક નુ ( વધુ પડતુ )
- હતપત્યુ (ઉતાવળીયુ )
- અડવીતરું (તોફાની )
- ઢુકડુ (નજીક)
- બખાળો (અવાજ )
- ચોપ ( સ્વીચ )
- કણેક (બાંધેલો લૉટ )
- દેવાતા ( અગ્નિ )
- ઓદરો ( વાંદરો )
- બલૂન (પ્લેન )
- મેલ ન બખાળો (શાંતિ રાખને )
- ટિચાવુ ( રખડવુ )
- ઢેખારૉ ( પતથર)
- ખખૉરીયુ (નાહવુ)
- એક મેલેય (એક મારીશ)
- પેરણ (શટ)
- ગીલાસ (ગ્લાસ)
- મહોતુ – પોતુ (સફાઈ નુ કપડુ )
- મેમોન ( મહેમાન )
- ખાહડુ ( બૂટ ચમ્પલ )
- હહલુ (સસલુ )
- લૉટ જવુ ( જાજરુ જવુ )
- હોડુ ( પેટ )
- હિસ્કારા ( ધમાલ )
- બાટિયો ( ઠીંગનો)
- ઠેઠા જેવી ( જાડી )
- બોગેણું (દૂધ દોવા નું વાસણ )
- ગમણ (ભેંસ ને ખાવા ની જગ્યા )
- વિચિતર (અડવીતરું)
- ઢેચન(ઢીંચણ)
- રેદુ (પેટ)
- બુલું (થાપો)
- અડબોથ (લાફો મારવો)
- પટાળો (લાકડા ની તિજોરી )
- જોતરવું (જોડવું બાંધવું)
- ડોયલો (દાળ કાઢવા નો ચમચો)
- હડો (દરવાજા નો નકુચો )
- હટાણું (ખરીદવું )
- હાટડી (નાની દુકાન)
- નેની (નાનું કે નાની)
- ભડાળ્યું (માળિયું )
- માજિયાળુ ,(ભાગીદારી માં)
- દેરોની (દેરાણી )
- ઢોસ્કી (નાનું માટલું)
- ગજવું (ખિસ્સું )
- ઓજણ (ખાટલા ની દોરી )
- હવાડો( ઢોર નીપાણી ની જગ્યા )
- ઘોઇજો (વાણંદ)
- વિહોમો (વિસામો)
- મોહણિયું (સ્મશાન)
- લેબડો (લીમડો)
- વલ્લો (વડલો)
- પેપળો (પીપળો)
- મારગ (માર્ગ રસ્તો)
- જોનવર (જાનવર પ્રાણી )
- રાશ કે રસ્સો (જાડુ દોરડું)
- આભ (આકાશ)
- ટેકણ (ટેકો લેવો)
- પાવલી (25 પૈસા )
- આઠઓના (50 પૈસા )
- કમાડ (દરવાજો )
- હોણસી (સાણસી)
- તોહળુ( ગોળ તળિયા ની તપેલી )
- ઓગણુ (આંગણું ,ફળિયું )
- હાથી (સાથી મદદ કરનાર )
- લોઢું (લોખડ )
- નઘરોર (બેફિકર)
- માલીપા (અંદરની બાજુ )
- જાડી ચોબડીનો (નઠોર )
- ચોબડી (ચામડી)
- ઠેક લગી (ત્યાં સુધી )
- ઢેક ઢેકાણે ( દરેક જગ્યા એ )
- ઠેકો લેવો (કામ કરવા બાંધવું )
- રાગ પાડવું ( ચાલતું કરવું )
- રાગ રાગ (ધીમે ધીમે )
- હનોન (મરણ પછી નું સ્નાન )
- વાઢણ (ગપ્પુ મરનાર)
- ઢેકોણ કરવું (યોગ્ય જગ્યા એ મૂકવું )
- નાહી જવું (ભાગી જવું )
- પુંખવું (વાવવું)
- પોખવુ (વધાવવું)
- ઉઠી જવું (નુકશાની કરવી )
- ઉઠમણું (નુકશાન કરવું )
- નવ્હડાવવું (નુકસાન કરાવવું)
- નાગાઈ કરવી ( ખોટું કરવું)
- પાટુડી (ઘી નું વાસણ )
- ડોકલી (ઘી ની ચમચી )
- તવો કરવો (માથું દુઃખાડવું)
- બાધા (માનતા )
- માખણ લગાવવું (લાડ કરવા )
- ચકલી (નળ)
- ગણકારવું (ધ્યાન આપવું )
- ઘસલેટ (કેરોસીન)
- એરણડ્યું (એરંડા નું તેલ )
- કપાસિયા ( કપાસ ના બિયા )
- ભાત લઈ જવું (ટિફિન )
- વાળું (રાતે જમવું)
- નાત (જ્ઞાતિ )
- સુવાવડ (જન્મ આપવો )
- ગોરમહારાજ (બ્રાહ્મણ પૂજારી)
- દેવાળું (દેવું થવું)
- ઈંઢોંણી (માથે મૂકી વજન ઉપાડવાની રિંગ)
- લગોલગ (એકદમ નજીક થી )
- કાથી (નારીયળના રેસા ની દોરી )
- સુતળી (શણ ની દોરી )
- પાલુ ,પવાલું (ગ્લાસ )
- ગભો ( કપડાં નો ટુકડો )
- તાવડા કરવા (બોલાચાલી કરવી )
- ચિભડું( શકર ટેટી )
- શેઢો (ખેતર ની પાળી).
ગુજ્જુમિત્રો, મને આશા છે કે મહેસાણી ભાષા યાદ કરીને તમને વતનની મહેક આવી હશે. વધુ રસપ્રદ લેખો વાંચવા અમારા જીવનદર્પણ વિભાગની મુલાકાત અવશ્ય લેજો.