ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના
ચા, દાળ અને પત્ની – એક હાસ્ય રચના
એક હાસ્ય રચના – ચા , દાળ અને પત્ની
આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું એક સામ્ય છે !!!
ત્રણેય પડ્યાં પડ્યાં ઊકળે ,
ઊકળવું એ જ એમનો સ્વભાવ ,
ઊકળે નહિ ત્યાં સુધી જંપે ય નહિ .
પરફોર્મન્સ જ ન આપે .
ઊકળે તો જ પર્સાનીલીટીમાં નિખાર આવે ,
નિખાર એટલે કેવો ?
ચા ઊકળે એટલે લાલ થાય ,
દાળ ઊકળે એટલે પીળી થાય ,
અને
પત્ની ઊકળે એટલે લાલ – પીળી થાય !
આ ત્રણેયમાં કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી !!!
એક સવાર સુધારે ,
બીજી દિવસ સુધારે ,
ત્રીજી ભવ સુધારે .
ચા ની ચૂસકી , દાળનો સબળકો અને પત્નીનો ફૈડકો !
આ ત્રણેનું કોમ્બીનેશન તો જુઓ ,
ત્રણેય સ્ત્રી જાતિ ,
અને
સુધારવું કે બગાડવું બધુંય એમના હાથમાં .
“ઘરવાળી ની કચ કચ….”
“કોઈનેય ગમતી નથી……”
તો પણ કોઈ મૂંગીને……
પરણવા તૈયાર થતો નથી બોલો……..
😂🤣😂
Also read : સફળ પ્રેમ અને નિષ્ફળ પ્રેમ માં ફરક