ફ્રીજ ની સાફ-સફાઈ ની કહાની
ફ્રીજ ની સાફ-સફાઈ ની કહાની
આજે સવારથી ફ્રેશ હતી તો
ફ્રીજ સાફ કરવાનુ નક્કી કર્યુ…
એ પુજાપાઠ કરી પેપર વાંચતા
ડ્રોઈંગરુમમા બિરાજમાન હતા…
એક એપલ ના ટુકડા કરી
એને આપી આવી. લો વાંચતા વાંચતા મોઢુ ચલાવો.
ફ્રીજ સાફ કરતાં એક એપલ નીકળ્યું. વપરાઈ જાય એ મારો શુભ આશય…
ત્યાં..
એક કાકડી નીકળી. પાછી પ્લેટ ગઈ ડ્રોઈગરુમ માં. પ્રશ્નાર્થભાવે એણે મારી સામુ જોયું.
મેં કહ્યું… સ્વાસ્થ્ય માટે સારી.
હવે…એએએ…
મઠીયા નું પેકેટ હાથમા આવ્યું. દિવાળી વખત ના ભુલાઈ જતા હતા. જલ્દી જલ્દી ત્રણ ચાર તળ્યા.
તમને ભાવેને! લો વાંચતા વાંચતા મજા આવશે…
ત્યાર પછી….
ચોકલેટ નીકળી. પ્રસાદ છે એમ કહી ને ખવડાવી…
પછી ડ્રાયફ્રુટ હાથમાં આવ્યું. વાટકીમાં લઈ ઉપડી ડ્રોઈંગરુમ તરફ…
હવે તો પતિદેવ ગુસ્સે જ થઈ ગયા…
મને કહે આ બધુ શુ માંડયું છે.?
મેં કહ્યુ… કંઈ નહી, ફ્રીજ સાફ કરૂ છું… રાત્રે તમને હરડે આપીશ
કાલે પેટ સાફ થઈ જશે…
ચાલો….
ફ્રીજ સરસ સાફ થઈ ગયુ…
😁🤣🤣😅😅😅
Also read: વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા