ઘરની વહુનું સર ઝૂકે નહીં
ઘરની વહુનું સર ઝૂકે નહીં
ઘરની વહુનું સર ઝૂકે નહીં
તેવું ઘરનું “બારણું” હોવું જોઈએ,
નવજાત શિશુ ના પગથી લાંબુ,
ઘરમાં “પારણું” હોવું જોઈએ,
સારાં અને ખોટાં કામ જુદાં પાડે,
તેવું ઘરમાં એક “ચારણું” હોવું જોઈએ,
દાદા-દાદીની વાતોનું આપણાં ઘરમાં,
મીઠું “સંભારણું” હોવું જોઈએ,
સાંજે ઘરનાં બધાં સભ્યો સાથે બેસીને,
વાતો કરી શકે તેવું એક “પાથરણું” હોવું જોઈએ,
બધાંનાં હોદ્દા પ્રમાણે મોભા સચવાય,
તેવું ઘરમાં માથે “ચાંદરણું” હોવું જોઈએ,
રાચરચીલું સ્વચ્છ અને સુઘડ લાગે,
તેવું ઘરમાં “સાવરણું” હોવું જોઈએ,
કલાક તમારી જાત જોડે વાત કરી શકો,
તેવું ઘરમાં એક “કટાસણું” હોવું જોઈએ,
દિવસની શરુઆતમાં ઘરનાં વડીલોને માટે,
રોજ એક “ખમાસણું” હોવું જોઈએ,
ઘરમાં એક છત નીચે બધાં શાંતિથી સુઈ શકે,
તેવાં વડીલોનું “ઓવારણું” હોવું જોઈએ…
–અજ્ઞાત
*કટાસણું = આસન (જૈન શબ્દ).
**ખમાસણું = ક્ષમાપન (જૈન શબ્દ).
Also read: છાશ પીવાના આયુર્વેદિક ફાયદા જાણીને આશ્ચર્યચકિત થઈ જશો