ડિપ્રેશન ના લક્ષણો અને ઈલાજ વિષે સંક્ષિપ્ત અને સચોટ લેખ

ડિપ્રેશન ના લક્ષણો અને ઈલાજ વિષે સંક્ષિપ્ત અને સચોટ લેખ
આજકાલ ડિપ્રેશન ને લઈને ઘણી બધી વાતો સાંભળવા મળે છે. કેટલાક લોકો નોકરી, પરિવાર, ભણતર ને લઈને સ્ટ્રેસ અનુભવે છે તો કેટલાક લોકો જીવન ના સંઘર્ષ અને નિષ્ફળતાઓ વિષે નિરાશા અનુભવે છે. આ સ્ટ્રેસ, નિરાશા , હતાશા, અસહાય હોવાની ભાવના, એકલા હોવાનો અહેસાસ માણસને એટલો દુઃખી કરી દે છે કે તે પોતાની અંદર એક ભાર કે ખાલીપણા ને લઈને જીવે છે. શું આને જઆ ડિપ્રેશન કહેવાય છે? શું ડિપ્રેશન એક એવો માનસિક રોગ છે જેના માટે શરમ અનુભવવી જોઈએ? કે પછી એક સ્તરે મોટાભાગ ના લોકો આ અસહનીય વેદના, ચિંતા અને વ્યગ્રતાનો શિકાર હોય છે? આવો ડિપ્રેશન ના લક્ષણો અને ઈલાજ વિષે વિસ્તાર પૂર્વક જાણીએ.
સુશાંત સિંઘ રાજપૂત ના મૃત્યુ પછી ડૉ. નિમિત્ત ઓઝા નો લેખ
પ્રસિદ્ધ વિભૂતિ, ડૉ. નિમિત્ત ઓઝાએ સુશાંત સિંઘ રાજપૂત ના મૃત્યુ પછી એક લેખ લખ્યો હતો. જેમાં તેઓ જણાવે છે કે વાત સુશાંતની નથી, વાત ડિપ્રેશનની છે. ‘એણે ફલાણામાંથી પ્રેરણા લીધી હોત,’ કે ‘કોઈ કેરેક્ટરમાંથી કંઈક શીખ્યો હોત’, આ બધુ નકામું. મારા પોતાના જીવનમાં હું બે વાર એ તબક્કા સુધી પહોંચી ચુક્યો છું, જ્યાંથી એક ડગલું આગળ વધો તો પરિણામ સુશાંત સિંહ રાજપુત આવે.

ડિપ્રેશન નું કામ પ્રેમ જેવું છે
ડિપ્રેશનનું કામ પ્રેમ જેવું છે. જે એમાંથી પસાર નથી થતું, એના માટે એ કલ્પના બહારની અનુભૂતિ છે. બહુ વધારે પડતી બુદ્ધિ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે. તમારી પોતાની બુદ્ધિ અને ડહાપણ જ્યારે અચાનક તમારી દુશ્મન થઈ જાય, ત્યારે ન તો કોઈ પુસ્તક જડે છે, ન તો કોઈ પ્રેરણા.
ડિપ્રેશન ના લક્ષણો
ડોકટર સાહેબ કહે છે કે ડિપ્રેશન વધાર પડતું વિચારવા ની આદત વાળા મગજની ઉપજ છે. જ્યારે ડિપ્રેશનમાં હોઈએ છીએ, ત્યારે સારી અને સાચી સલાહ આપવાવાળા લોકો નથી ગમતા. બસ એવા લોકો ગમે છે જે આપણને સાંભળે. બુલેટ ટ્રેઈનની સ્પીડ કરતા પણ વધારે ઝડપથી પસાર થતા વિચારો અને એ વિચારો સાથે ટ્રેઈનના ડબ્બાની જેમ જોડાયેલી નિરાશા અને નેગેટીવીટી માણસને પેરેલાઈઝ કરી નાખે છે. મૃત્યુ સિવાય બીજું કોઈ ઓપ્શન જ નથી દેખાતું.

વિજ્ઞાન શું કહે છે?
સિરોટોનીનના કેમિકલ લોચા મગજને એવું સુન્ન કરી નાખે છે કે આ પરીસ્થિતિમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાય છે, મગજને કાયમ માટે બંધ કરી દેવાનો. આપણી Melancholy લઈને પડ્યા રહીએ છીએ અને કશુંક બદલાવાની રાહ જોયા કરીએ છીએ. પણ ધીરે ધીરે, કશું જ નથી બદલાતું. અંધારું વધારે ઘેરાતું જાય છે અને અજવાળું કરવાને બદલે લોકો અંધારામાંથી બહાર આવવાની સલાહો આપ્યા કરે છે.
માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
આપણે માનસિક સ્વાસ્થ્યની સૌથી વધારે અવગણના કરતા આવ્યા છીએ. હિમોગ્લોબીનના ટકા ઘટી જાય કે બીલીરુબીન વધી જાય, તો વટથી સારવાર કરાવીએ છીએ. પણ ન્યુરો-ટ્રાન્સમીટર્સ ડોપામીન અને સિરોટોનીનના અસંતુલન વિશે આપણે વાત જ કરતા નથી. પ્રોબ્લેમ એ છે કે આપણે ડિપ્રેશનને આપણી ‘માનસિક નબળાઈ’ ગણીએ છીએ. ‘નથી ગમતું’, ‘ઉદાસીનતા લાગે છે’, ‘મૃત્યુના વિચારો આવે છે’, આવું વટથી આપણે નથી કહી શકતા કારણકે આપણને અત્યાર સુધી કોઈએ ‘નબળા અને અતિસંવેદનશીલ’ બનતા શીખવ્યું જ નથી.

ડિપ્રેશન નું સમાધાન શું છે?
ડૉ. નિમિત્ત ઓઝા કહે છે કે બસ એક જ સમાધાન છે. એકલા કે કોઈની સાથે, ચાલતા ચાલતા કે કારમાં પણ ગમે તેમ કરીને કોઈ એક થેરાપીસ્ટ સુધી પહોંચો. જે રીતે પેટમાં કે છાતીમાં દુઃખાવો શરૂ થાય અને એમ્બ્યુલન્સ બોલાવો છો, એ જ રીતે સ્યુસાઈડ કરવાનો વિચાર પણ આવે, તો એમ્બ્યુલન્સ બોલાવો.
આત્મહત્યા ના વિચાર આવવા તે એક મેડિકલ ઈમરજન્સી છે. એ એટલું જ ગંભીર અને જરૂરી છે, જેટલો કોઈ હાર્ટએટેક. તમારી ફેસબુક વોલ પર લખો, વોટ્સ-એપના ગ્રુપમાં મૂકી દો. જાહેર ન કરી શકો, તો કોઈ નજીકના મિત્ર કે ફેમીલી મેમ્બરને કહી દો. કહી દો કે ‘મને મરવાની ઈચ્છા થાય છે. જીવવાનું મન નથી થતું.’ બસ, એટલી જ હિંમત જોઈએ છે. અહંકારને બાજુ પર મૂકીને કરેલી એક નિખાલસ કબુલાત અનેક જિંદગીઓ બચાવી શકે છે.

જો ડિપ્રેશન ને કારણે આત્મા હત્યાનો વિચાર આવે તો ત્રણ વાત યાદ રાખો
૧. અભિનંદન. તમે બુદ્ધિમાન છો. ડોબા અને બુદ્ધિ વિનાના લોકોને ડિપ્રેશન નથી આવતું. માટે સૌથી પહેલા એ વાતની ક્રેડિટ લઈ લો કે તમે બુદ્ધિશાળી તો છો જ.
૨. મદદ માંગો. બેઠા રહેવાથી સંજોગો નહીં બદલાય. ન તો બહાર ના, ન તો અંદરના. કાઉન્સેલર, થેરાપીસ્ટ કે સાયકીઆટ્રીસ્ટના ક્લીનીક સુધી અરજન્ટલી પહોંચો. બાકીનું કામ, એમના પર છોડી દો.
૩. મારો વિશ્વાસ કરો કે સારા અને ખુશી ના દિવસો ફરી પાછા આવશે. કઈ પણ કાયમી નથી અને ડિપ્રેશન પણ કાયમી નથી. ડિપ્રેશન પછીનો તમારો તબક્કો તમને બહુ આગળ લઈ જશે. કારણકે તમે તમારા મન અને વિચારો સામેની લડાઈમાં તેમને પરાસ્ત કરીને બહાર આવ્યા હશો.
ડૉક્ટર સાહેબ, કહે છે કે મારો ફેસબુક અને ઈન્સ્ટા એકાઉન્ટ પર હંમેશા તમારું સ્વાગત છે. કશું જ કરવાની હિંમત ન થાય, તો તેમને મેસેજ કરો. તેઓ કોઈને કોઈ રીતે તમને બચાવી લેશે.
Also read : તણાવ (સ્ટ્રેસ) ને ફટાફટ દૂર કરવાના ૬ રામબાણ ઉપાયો
Very nice 🙏🙏🙏