ચાલો થોડું હસી લઈએ : ગમ્મત ગુલાલ ગુજરાતી જોક્સ
ચાલો થોડું હસી લઈએ : ગમ્મત ગુલાલ ગુજરાતી જોક્સ
૧. વરસાદમાં રોડ તૂટે તો કોણ જવાબદાર?
સરકારી મિટિંગમાં નક્કી થયું :
વરસાદ જ જવાબદાર છે.
૨. શિક્ષકે પૂછ્યું : એવી જગ્યા કઈ કે જ્યાં ઘણા બધા હોય છતાં એકલવાયું લાગે?
સ્ટુડન્ટ : પરીક્ષાખંડ.
૩. ‘પ્રવાહ સાથે તો બધા જતા હોય છે, પ્રવાહની વિરુદ્ધ જાય તે જીવનમાં કંઈક બને’..
હું હજી આટલું ટ્રાફિક પોલીસને સમજાવું એની પહેલાં તો એણે રસીદ ફાડી નાખી.
૪. જો તમે લાલ પાણીમાં પીળી ટોપી નાખો તો શું થાય?
ટોપી ભીની થાય.
૫. લોક્ડાઉન દરમ્યાન બંધ થઈ ગયેલી જાહેરાત…..
‘ઘરેથી ચાલ્યા ગયા છે.’
૬. અગરબત્તી બે પ્રકારની હોય છે. એક ભગવાન માટે અને બીજી મચ્છર માટે. તકલીફ એ છે ભગવાન આવતા નથી અને મચ્છર જતા નથી ….
૭. લોક્ડાઉનથી સમાજને શું મળ્યું?
: કવિ, ગાયક અને રસોઇઆ.’
૮. દુનિયા માં એવી કઈ વસ્તુ છે કે જે કામ ના કરે ત્યારે તેની પીઠ થાબડવામાં આવે છે.?
: રીમોર્ટ કંટ્રોલ.
૯. ખાખરા એ બીજું કાંઈ જ નથી પણ રોટલીની અગ્નિપરીક્ષા છે.
૧૦. પિતા : બેટા આજ સુધી તે એવું કોઈ કામ કર્યું છે જેનાથી મારું માથું ઊંચું થાય?
પુત્ર : હા એક વાર તમારા માથા નીચે ઓશીકું મેં મૂકી આપ્યું હતું.
૧૧. ટીકીટ ચેકરે પપ્પુને બસમાં વગર ટિકિટે પકડ્યો અને ટીકીટ ન લેવાનું કારણ પૂછ્યું.
પપ્પુએ બસમાં જ લખેલી સુચના બતાવી.’ કોઈ અજાણ્યા માણસ પાસેથી કશું લેવું નહીં.’
૧૨. જેનું address એક અને dress અનેક તે સંસારી.
જેનો dress એક અને address અનેક તે સાધુ.
૧૩. અધૂરા સપના પુરા કરવા શું કરવું જોઈએ? જવાબ : ફરીથી સુઈ જવું જોઈએ.
૧૪. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે?
જમીન પર.
૧૫. એક માજી તેના પૌત્રને આશિર્વાદ આપતા હતા. બેટા એવા કામ કરજે કે લોકો તને ‘ટીવી’માં જુવે, ‘સી.સી.ટી.વી’માં નહીં.
૧૬. ઘરમાં પોતું થતું હોય ત્યારે અમુક લોકો એ રીતે પગ મુકતા મુકતા નીકળે છે કે જાણે નકસલવાદીઓએ સુરંગ પાથરી હોય.
😂🤪😁
આવા જ ગુજરાતી જોક્સ ની ગમ્મત ગુલાલ માણવા માટે હાસ્ય મંજરી વિભાગ ની મુલાકાત અવશ્ય લેજો.