સુખ એટલે શું?

વાતમાં થોડું ગળપણ રાખવું!

આ લેખમાં તમને સુખની સાચી પરિભાષા જાણવા મળશે. હું પૂર્ણપણે માનું છું કે સાચું સુખ આપણી અંદર છે. આપણાં મિત્રો અને પરિવારના સ્નેહમાં છે. જ્યારે તમે આ વાંચો ત્યારે ખુદને પૂછજો કે તમારા માટે સુખનો સાચો અર્થ શું છે? અને તમારા જવાબ મને comments section માં જરૂરથી જણાવજો.

????ઘરમાં પગ મૂકતાં જ ” આવી ગયો દીકરા” કહેતો માબાપનો અવાજ એટલે સુખ….

????તકલીફના સમયે ” આપણે સાથે છીયેને .. જોઇ લઇશું .. ” કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખ….

????કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપાયેલ સંસ્કાર ના બીજ એટલે સુખ….

????રોજ વેદી પાસે ઊભા રહી ભગવાન સામે માથું નમાવી કરાતી પ્રાર્થનાનું અજવાળું એટલે સુખ….

????ભાઇબંધ કરતા પણ વધુ એવા ભાઇનો કદીય ન ડગતો ખભો એટલે સુખ….

????રોજ જમતી વખતે ” આ ભગવાનની દયાથી મળેલું છે,” તેવો અહેસાસ થવો તે સુખ….

????”તમે” અને “આપ” સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે ” તું ” કહેનાર દોસ્તાર મળી જતી એ “પળ”એટલે સુખ….

????મિત્ર જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખ…

????સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખ….

????મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખ….

અને અંતે…..

????પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઊંઘ આવી જાય એનું નામ સુખ….

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *