ઢોંસાની જેમ ત્રણ પ્રકારના ગુજરાતી

ગુજરાતી જોક

ઢોંસાની જેમ ત્રણ પ્રકારના ગુજરાતી

જે રીતે ઢોંસામાં ત્રણ પ્રકાર હોય છે, સાદા ઢોંસા, મસાલા ઢોંસા અને સ્પેશીયલ મસાલા ઢોંસા… એ જ રીતે ગુજરાતીઓમાં પણ ત્રણ પ્રકાર હોય છે ! વિશ્વાસ નથી થતો? તો વાંચો, ઢોંસાની જેમ ત્રણ પ્રકારના ગુજરાતી!!

  • સાદા ગુજરાતી સીધી સાદી નોકરી કરે છે.
  • મસાલા ગુજરાતી નોકરીની સાથે સાઈડમાં બીજે શેરબજારનું પણ કરે છે.
  • સ્પેશીયલ મસાલા ગુજરાતી નોકરી કરતો હોય ત્યાં જ શેરબજારની દલાલી ચાલુ કરી નાંખે છે !😀
Car service
  • સાદા ગુજરાતી પાડોશીની ઇન્કમ ઉપર પણ નજર રાખે છે.
  • મસાલા ગુજરાતી અંબાણી અને અદાણીની ઇન્કમનો પણ હિસાબ રાખે છે.
  • સ્પેશીયલ મસાલા ગુજરાતી બિલ ગેટ્સ કે આમિર ખાને છૂટાછેડા કેમ લીધા એની પાછળનો આખો નાણાંકીય હિસાબ કરીને મોઢે રાખે છે ! 😀😜
  • સાદા ગુજરાતી પરણી ગયા પછી ફાંદ વધી જાય છે એટલે ક્યારેક ઉપવાસ કરી નાંખે છે.
  • મસાલા ગુજરાતી ફાંદ ઘટાડવા માટે જિમ જોઈન કરે છે.
  • સ્પેશીયલ મસાલા ગુજરાતી જિમના માલિક જોડે સેટિંગ પાડીને તેને નવા નવા ફાંદાળા ઘરાકો શોધી આપે છે ! 😀😜🤣
Dosa
  • સાદા ગુજરાતી વેકેશનમાં ફરવા જવા માટે ગ્રુપ-ટુરમાં જાય છે, જેમાં રસોઈયો પણ જોડે આવતો હોય.
  • મસાલા ગુજરાતી ફોરેનમાં ફરવા જાય ત્યારે પણ એવી ગ્રુપ-ટુર બુક કરે છે જેમાં ગુજરાતી રસોઈયો હોય.
  • સ્પેશીયલ મસાલા ગુજરાતી સ્પેસ ટ્રાવેલ અથવા ચંદ્રની ટુર માટે ગુજરાતી રસોઈયાવાળી ટુર મળશે કે નહીં, તેની અત્યારથી તપાસ કરવા માંડી છે ! 🤣🤣

Also read : કોરોના વેક્સિન વિષે તમારા બધાં સવાલો ના વૈજ્ઞાનિક જવાબો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *