કોરાના વાયરસથી બચવાના ૪ રામબાણ ઉપાયો

કોરોના વાયરસથી બચવાના ઉપાયો

કોરાના વાયરસ ની બીજી લહેર

ગુજજુમિત્રો, ૧૯૧૬-૧૭ના પ્લેગની જેમ કોરોનાની મહામારી સમગ્ર દેશ અને દુનિયા પર ફરી ત્રાટકી છે, પણ આપણે હિમ્મત હારવાની નથી. બમણા જુસ્સાથી એનો સામનો કરવાનો છે. કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આ વખતે કોરોનાનું સ્વરૂપ થોડું જુદું છે અને કોરોના થાય તો પણ તમારી તંદુરસ્તી સારી હોય તો સામાન્ય તકેદારી અને સારવારથી સારું થઇ જાય છે. અહીં કોરોના વાયરસથી બચવાના ઉપાયો જણાવી રહી છું.

કોરાના વાયરસથી બચવાના રામબાણ ઉપાયો

૫૦ વર્ષની ઉમર પછી શરીરનો વિકાસ ઉંધી દિશામાં ચાલે છે અને શરીરના બધા મહત્વના અંગો નબળા પડતા જાય છે. સિનિયર સિટિઝનોએ જેમ ઉમર વધુ હોય તેમ વધુ સાવચેતી રાખવાની છે. ચારે તરફથી કોરોનાને લગતા સમાચાર, સલાહ અને ઉપાયોની ભરમાર છે. એમાંથી કોનો અમલ કરવો તેની મૂંઝવણ થાય છે. ચાલો થોડા એકદમ અસરકારક અને બધા અમલમાં મૂકી શકે તેવા ઉપાયો વિષે વાંચીએ. કોરોના વાયરસથી બચવાના આ ઉપાયો હજારો લોકોએ અજમાવેલા અનુભવસિદ્ધ અને પરિણામલક્ષી છે.

lemon

લેમન જ્યુસ થેરેપી

  • જો આપ આપનાં નસકોરામાં લીંબુનાં રસનું માત્ર એક એક ટીપું નાખો તો નાક, ગળા અને ફેફસામાં પડેલો કોવિડ ૧૯ વાયરસ મોંમાં કફના રૂપમાં બહાર આવશે જેને તમારે થૂંકવું પડશે.
  • પછી નવશેકા પાણીમાં લીંબુના રસના થોડા ટીપાં અને થોડું મીઠું નાખી કોગળા કરો અને થૂંકી કાઢો પછી આપને ઘણી રાહત થશે.
  • ત્યારબાદ આપની આંગળીથી નાસિકામાં નાળિયેર તેલ લગાવો.
  • લીંબુનો રસ પણ અનેક ગણો ઉપયોગી થઈ જાય છે અને સેનિટાઇઝર તરીકે આશ્ચર્યજનક રીતે કાર્ય કરે છે.
  • લીંબુનો રસ તમારા હાથ અને માથા પર લગાવો, અને તમારા કપડા પર સ્પ્રે કરો અને ઓરડામાં છંટકાવ કરો,
  • કોવિડ૧૯ વાયરસ આપને અથવા આપના પ્રિય લોકોને અસર કરશે નહીં. અને તમારી નજીક નહીં આવે.

અણુતેલ

આવો જ ઈલાજ છે “અણુતેલ”. ઘરની બહાર જતી વખતે કે આવતી વખતે અને રાત્રે સૂતી વખતે નાકમાં અણુતેલનાં એક-એક ટીપા બંને નાકમાં નાખો. આ તેલના વિકલ્પે ગાયનું ઘી અથવા કોપરેલ પણ વાપરી શકો. આ તેલ કોરોના સામેનું મોટું રક્ષણ છે. સુદર્શન ચૂર્ણ છે સો દર્દની એક દવા

કંચુકા થેરેપી

બીજો એવો જ અકસીર ઈલાજ છે “કંચુકા” એટલે કે શેકેલા આંબલીયા. (આંબલીના બીજ ) કોરોના દરમ્યાન દર્દીનું લોહી ઘાટું થઇ જાય છે અને અનેક આડઅસર સાથે મોતનું પણ કારણ બને છે. આંબલીયા અને શેકેલ સોપારી લોહી પાતળું કરે છે તે સર્વવિદિત છે. ડૉક્ટર ની સલાહ અનુસાર, ૬૦+ પછી બધાએ અઠવાડિયામાં એક-બે વખત એસ્પિરિન લેવી જોઈએ. તે પણ લોહી પાતળું રાખે છે. ઉપરની ત્રણેય વસ્તુ સાથે પણ ન લેવી અને “પ્રમાણસર” જ લેવી.

ત્રિફળા ચૂર્ણ

જેને કફ થઇ ગયો હોય તેમણે કફ તોડવા માટે “ત્રિફળા ચૂર્ણ” નો ઉકાળો તૈયાર કરી નરણા કોઠે કોગળા કરવા. સાથે આ પાણી પીતા જવું. દિવસમાં બે વખત કરો. છાશ, દહીં, ફ્રિઝની વસ્તુઓ સદંતર બંધ કરી દો. સિતોપલાદિ ચૂર્ણ મધમાં કાલવીને ચાટો. કફ અને શરદીને “બાય-બાય” કરો.

padma

કોરોના દર્દીઓ નું મનોબળ વધે એવું બોલો

તમારા ઘરમાં કે આસપાસ કોઈને કોરોના થાય તો તેમને જબરદસ્ત હૂંફ આપો, નૈતિક જુસ્સો અને જીજીવિષા ટકી રહે તેવી વાતો સતત કરો. આ કપરો કાળ પણ હમણાં પસાર થઇ જશે. કોઈના મૃત્યુ વિષે કે કોરોનાના ફેલાવા વિશેના સમાચારો ન ફેલાવો કે વાતો ન કરો તે પણ મોટી સમાજસેવા છે.

ખાસ નોંધ:- આ પોસ્ટ રાજકોટ ના શ્રી જયેશ પટેલ દ્વારા અનુભવસિદ્ધ ડોક્ટરો, વૈદો, આરોગ્ય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી લખવામાં આવી છે. તેમનો ઉદ્દેશ્ય જનકલ્યાણ હોવાને કારણે ગુજજુમિત્રો બ્લોગ પર આ લેખ પોસ્ટ કરી રહી છું. ઉપરના ઉપાયોથી કોઈને ફાયદો કે નુકસાન થાય તો તે વિશેની પોસ્ટ જરૂર મુકશો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *