શેરદલાલ ના સાસુની તબિયત

સ્ત્રીના આંસુથી વધુ મોંઘું કંઈ નથી

શેરદલાલ ના સાસુની તબિયત

એક શેરદલાલ ના મોટી ઉંમરના સાસુમા પણ કોરોનાગ્રસ્ત થયાં અંને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. દલાલના બહારગામ વસતા સાઢુભાઈનો સાસુની તબિયત પૂછવા માટે ફોન આવ્યો પછી તેમનો વાર્તાલાપ સાંભળવા જેવો છે:

સાઢુ: નિલેશકુમાર, કેમ છે સાસુમાને?

શેર દલાલ: સાવનકુમાર, સાસુમાની તબિયતમાં બે તરફી ચાલ જોવા મળે છે. CRP માં કડાકો બોલી ગયો છે પણ ડી ડાયમરમા ૧૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ખોરાકની લેવાલી સાવ ઓછી છે અને દવામાં લાવ લાવ થાય છે એટલે ખર્ચમાં ઉપલી સર્કિટ લાગી ગઈ છે છતાં તબિયતનું સેન્ટીમેન્ટ જોઈએ તેવું નથી.

સાઢુ: એટલે નિલેશકુમાર તમે એમ કહેવા માંગો છો કે સાસુમાની કંડીશન ચિંતાજનક છે?

દૂધમાં ચોળેલી રોટલી ની રેસિપી

શેર દલાલ: સાવનકુમાર, સાચું. કહું તો તબિયતનું રુખ પકડાતું નથી. ઓક્સિજન લેવલ તળીયે છે અને ડાયાબિટીસમાં રાતીચોળ તેજી છે. વેન્ટીલેટરનુ વલણ રોજ ચૂકવવામાં પેમેન્ટ ક્રાઈસીસ જોવા મળે છે અને મારી પાસે શેર પડ્યા છે ઈ વેંચવા કાઢું તો માર્કેટ ઓર ગબડી પડે એવું છે. સાવનકુમાર તમને વાંધો ન હોય તો વેન્ટીલેટરના દસેક વલણ ચૂકવાય એટલી વ્યવસ્થા કરી આપો અને તમારા અને મારા નસીબ સારા હશે તો બે-પાંચ વલણ બાદ સાસુમાનો શેર ડી-લિસ્ટેડ થઈ જાય તેવું સેન્ટીમેન્ટ મને દેખાય છે!!!

ઘરમાં શાકભાજી નથી? વાંચો શાકભાજી વિના બનતા ૫૪ મેનુ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *