ગુજરાતનું ગૌરવ અપ્રતિમ છે તેના ચાર પુરાવા
ગુજરાતનું ગૌરવ અપ્રતિમ છે
ગુજજુમિત્રો, ગુજરાત નું ગૌરવ અપ્રતિમ છે અને તેના અનેક પુરાવા ઇતિહાસ માં મળી જશે. અહીં આ લેખ માં હું અમુક હકીકતો જણાવી રહી છું. આશા છે કે વાંચીને આનંદ થશે.
૧. આખા વિશ્વ માંથી ભારતને રાષ્ટ્રપિતાની કોઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ ૧૦૦km જેટલા એરિયાની ગુજરાતી પ્રજા છે.
૨. મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રાના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે????
૩. સ્વામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાતના જેતલસરના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે????
૪. ૧૯૪૨-૪૫ના સમયમાં પોલેન્ડમાથી ૫૦૦ જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વિશ્વ નો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો ત્યારે
વિશ્વ નો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ ૫૦૦ લોકોને પુરા ૭વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની “સૈનીક બાલાચડી” સ્કૂલ. આ વાતની કેટલાને જાણ છે?
બસ ખાલી ૧ મેં ગુજરાત સ્થાપના ના દીવસે “જય ગરવી ગુજરાત” લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી.
આ ગુજરાતનું નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે. “ગુણવંતી ગુજરાત.. ગૌરવશાલી ગુજરાત..
“જય જય ગરવી ગુજરાત.”
Also read : ગુજ્જુની ગરિમા