તાળી પાડવાના 12 ફાયદા
ગુજ્જુમિત્રો, આજે હું તમને તાળી પાડવાના 12 ફાયદા જણાવવા માગું છું. તાળી એટલે તંદુરસ્તી ની વાડી. તાળી એટલે જ એક્યુપ્રેશર પદ્ધતિ. જો તમે દિવસમાં 108 વાર તાળી પાડશો તો ક્યારેય ગોળીઓ નહીં ખાવી પડે. પહેલાના જમાનામાં લોકો નિયમિત પણે ભજન કીર્તન કરતાં કરતાં તાળીઓ પાડતા હતા. જેને કારણે તેઓ આજીવન સ્વસ્થ રહેતા હતા. યાદ રાખજો કે રોજ ૧૦૮ તાળી પાળો ને ૧૦૮ એમ્યુલન્સથી બચતા રહો.
તાળી કેવી રીતે પાડવી?
હથેળીમાં તલનું તેલ લગાવીને બંને હાથ સામસામે તાકાતથી અથડાવીને તાળી પાડવામાં આવે તો ઘણા રોગમાંથી મુક્તિ મળી શકે તેમ છે ને તે પણ મફતમાં.
તાળી પાડવાના 12 ફાયદા
- બીપી કંટ્રોલમાં રહેશે
- હૃદયને લગતા પ્રોબ્લેમ દૂર થશે
- શ્વાસની તકલીફમાં રાહત થશે
- વજન કંટ્રોલમાં રહેશે
- સાંધાના દુઃખાવામાં રાહત રહેશે
- શરદીમાં કાયમી ફાયદો થશે
- ખરતા વાળ અટકશે
- રાત્રે ઊંઘ સારી આવશે
- ચામડીના રોગ પર કાબુ રહેશે
- ખાલી ચઢતી અટકશે
- લોહીનું પરિભ્રમણ સારું થશે
- શરીરમાં સ્ફૂર્તિ આવશે
ગુજ્જુમિત્રો, આમ નિયમિતપણે તાળી પાડીને તમે ઘણા બધા રોગ પર આપ કાબુ મેળવી શકો છો. તેથી આજથી જ દિવસમાં બે વાર ૧૦૮ તાળી પાડવાનું ચાલુ કરીને રોગમુક્ત રહીએ. યોગી બનો, નિરોગી બનો, ઉપયોગી બનો.
આવા જ વધુ રસપ્રદ લેખો વાંચવા માટે ગુજ્જુમિત્રો ના આ વિભાગો ની નિયમિત મુલાકાત લેતા રહો : હાસ્ય મંજરી, તંદુરસ્તીની ચાવી, જ્ઞાનગંગા, જીવન દર્પણ. તમારા સ્નેહીજનોને પણ આ લેખની લીંક જરૂર થી મોકલાવજો.
ખૂબ જ સુંદર અને ઉપયોગી માહિતી
અભિનંદન ????????????????