દીકરા માટે એક જ સલાહ છે – બાપ ની કદર કરો

કાળજા કેરો કટકો મારો

દીકરા માટે એક જ સલાહ છે – બાપ ની કદર કરો

શા માટે બાપ બાપ હોય છે..શા માટે દીકરો પોતાના બાપનો બાપ ન બની શકે…..?શા માટે દીકરો બાપ સામે બાયો ન ચડાવી શકે….? દરેક દીકરાએ વાંચવા જેવી એક નાનકડી વાર્તા. વાર્તા નથી હકીકત પણ છે…એક બાપની વેદના અને સંવેદના છે…

વાત છે એક સુખી સંપન્ન પરીવારની. દરરોજ ટેબલપર જમવા સાથે બેસે….પુત્ર પિતાને દરરોજ એકની એક વાત કરે..કે..”પપ્પા તમે તમારી જીંદગીના સાઇઠ વર્ષમાં શું કર્યું .? કંઇ નહીં .. !!! અને આજે જુઓ માત્ર દશ વર્ષમાં મેં ગાડી,બંગલો,અખુટ સંપત્તિ ઉભી કરી દીધી ….!!”

પુત્રના આ દરરોજના મહેણાં ટોણાથી પિતાની આંખમાં આંસુ આવી જતા ….પણ એક દિવસે પિતાએ કહ્યું …

“બેટા તારી પ્રગતિથી હું ખુબ ખુશ છું …મને ગર્વ છે કે તું મારા કરતાં સો કદમ આગળ છે પણ…તું તારી અને મારી સરખામણી કરે છે, ત્યારે મને ખુબ જ દુઃખ થાય છે…પણ….આજે હું તારી પ્રગતિનું અસલ રહસ્ય જણાવું છું.

બેટા આ તારો આ જે વૈભવ તું મને દેખાડી રહ્યો છે…તેના પાયામાં એક આખી પેઢીની મહેનત છે ….તારા દાદા એટલે કે મારા પિતા એક ઝુંપડામાં રહેતા….વિજળી નહી ..રોડ રસ્તા નહી…કોઇ સગવડ નહી.. ત્યારે ન હતા ઉદ્યોગો..ન હતી પુરતી શાળાઓ…નોકરીઓ તો મળતી જ નહી…

padma

મારા પિતાએ કાળી મજુરી કરી મને ભણાવ્યો,ગ્રેજ્યુએટ થયો…ધંધો કર્યો….સતત સંધર્ષની વચ્ચે દુખ વેઠીને તમને સુખ આપવા પ્રયત્ન કર્યો….તું કમાવા લાયક બન્યો ત્યારે મારાથી બચેલી મુડી અને મારો ધંધો તને આપ્યો…..તેં તારી આવડત અને સુઝથી ધંધાને વિકસાવ્યો..પણ આ તારી વિકાસની ગાથાના પાયામાં મારી જાત અને એક પેઢી ધરબાઇ ગઇ છે……

હવે પછી તું એવું ન કહેતો મે કશું કર્યુ નથી…મને દુખ થાય છે….તારી આ ગેર સમજણથી..

છેલ્લે એક વાત …….એક બાપને દીકરો કહે કે તમે તમારા સમયમાં કંઇ ન કર્યુ..અથવા તો તમે શું કર્યુ અમારા માટે…? ત્યારે બાપને ખુબજ દુઃખ અને પીડા થાય છે… ના સમજ દીકરાઓ જ આવી વાતો કરે..

દરેક દીકરાએ એક વાત યાદ રાખવા જેવી છે કે…જે બાપે તમને ભણાવ્યા, ગણાવ્યા,લાડ લડાવ્યા એ બાપનો ઉપકારનો બદલો તમે આખી જિંદગીમાં પણ નહીં ચૂકવી શકો…કદાચ બાપનો કોઈ દુર્ગુણ તમારા ખ્યાલમાં આવ્યો હોય તો પણ…….પણ…….દીકરાને આ વાત ત્યારે સમજાય છે,જ્યારે પોતે પોતાના સંતાનનો બાપ બને છે….

મિત્રો, દરેક દીકરા માટે એક જ સલાહ છે કે ક્યારેય બાપની મજાક ના ઉડાવશો, બાપના બાપ ના બનશો કેમ કે તેણે તેની જિંદગી બાળકોના ભવિષ્ય માટે દોડી દોડી ખર્ચી નાખી હોય છે…!!!

વાંચો : શું તમે ઘરડા મા-બાપ ની મમતા ને લાયક છો? – એક નવલિકા

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *