એક પિતાનો તમામ સંતાનોને પત્ર

ધારા અને રોહિત ની અજબ ગજબ પ્રેમકહાની

એક પિતાનો તમામ સંતાનોને પત્ર

વ્હાલા દિકરા / દિકરી ,

કુશળ હશો ..આ પત્ર ફક્ત મારા બાળકો માટે નહીં, પણ એક પિતાનો બધાં જ સંતાનોને સંબોધિત પત્ર છે. આ પત્ર હું તમને ૩ કારણોસર લખું છું…!

એક તો જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણી શક્યું નથી…તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય…! ખુલાસો કરવો જોઈએ જેથી ઝગડો થાય નહિ. બીજું, હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું, તો તને કોઈ જ નહિ કહી શકે…! ત્રીજું, આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું, તો પણ તું તારા જીવનમાં શીખીશ જ.. પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય… જીવન સારૂં ને શાંતિ થી જીવવા આટલું જરૂર કરજે…!

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ના કરે,તો મન માં દુઃખ ના લાવીશ…તારી સાથે સારી રીતે વર્તવાની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે… બાકી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તને દુઃખ આપી શકે છે…તો એના માટે માનસિક રીતે હંમેશા તૈયાર જ રહેજે…કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે, તો એનો આભાર વ્યક્ત કરવો…પણ હંમેશા સાવચેત રહેવું…આ દુનિયામાં મારા અને તારા મમ્મી સિવાય બધાના સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ/સ્વાર્થ પણ હોઈ શકે છે…ઉતાવળમાં કોઈ ને પણ સારા મિત્ર ના માની લેવા…!

૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી ના શકાય…આ વાત તને ખાસ કામ લાગશે, જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે…જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ વગર ખુશ રહેતા શીખી લેજે…!

૩) જીંદગી ટૂંકી છે…જો તું આજનો દિવસ વેડફીશ, તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે…તો જીંદગીના દરેક દિવસ- દરેક પળનો સદુપયોગ કરજે…!

પપ્પા મારી હિંમત છે

૪) પ્રેમ એ બીજું કાંઈ જ નથી, પણ એક બદલાતી લાગણી જ છે…જે સમય અને સંજોગો સાથે બદલાતી જ રહે છે…જો તારો પ્રેમ તને છોડી જાય, તો સંયમ રાખજે…સમય દરેક દર્દ ને ભુલાવે જ છે…કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતાં વધુ ડૂબી ના જવું…અને કોઈ ના દુઃખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન ના થવું…!

૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ જીવનમાં સફળ બન્યા છે… પણ એનો મતલબ એ નથી કે…અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય…વિદ્યા થી વધુ કશું જ નથી…ભણવા ના સમયે ધગશ થી ભણજે…!

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો, કે તું મને મારા વૃદ્ધ સમયમાં મદદ કરે…અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ તે પણ મને ખબર નથી… મારી ફરજ તને મોટો કરીને, સારું ભણતર આપીને પૂરી થાય છે… એ પછી તું દુનિયાની મોંઘી ગાડીઓ માં ફરીશ કે પછી સરકારી બસમાં ફરીશ…એ તારી મહેનત અને આવડત ઉપર નિર્ભર છે…!

Passport service

૭) તું તારું વચન હંમેશા પાળજે… પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા ન રાખતો…તું સારું કરજે…
પણ બીજા સારું જ કરશે એવી આશા પણ ન રાખતો…જો આ વાત તને વહેલી સમજાઇ જશે, તો તારા જીવનના મોટા ભાગના દુઃખ દૂર થઇ જશે..!

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી…જીવનમાં એમ નસીબ થી જ અમીર થઇ જવાતું નથી…એના માટે ખૂબ જ મહેનત કરવી પડે છે… તો મહેનત થી કોઈ દિવસ ભાગતો નહિ…!

૯) જીવન ખૂબ જ ટૂંકું છે અને કાળનો કોઇ જ ભરોસો નથી…તો જેટલો વધુ સમય આપણે સાથે વિતાવી શકીએ, તેટલો સમય પરિવાર સાથે વિતાવી લઈએ…કારણ કે આવતો જન્મ તો આવશે જ…પણ એ જન્મ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી…તો આ જન્મ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવજે…! એનો મતલબ એ પણ નથી કે તું તારું કામ છોડી ને પરિવાર સાથે બેસી રહે.

લિ. પપ્પા…
સ્થળ- મા બાપ ભવન

Read more articles here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *