ધીરુભાઈ અંબાણી ના પ્રેરણાદાયી વિચારો

ગુજજુમિત્રો, આપણાં ગુજરાત ના ગરિમા અને અભિમાન સમાન ધીરુભાઈ અંબાણી પાસે જીવન ના ઘણા બધાં બોધપાઠ શીખી શકાય એમ છે. આજે હું તમને જે પોસ્ટ શેર કરું છું તે આજની યુવા પેઢી માટે અત્યંત પ્રેરણાદાયી છે. હું તો કહીશ કે તેમના વિચારો જીવન ના દરેક પડાવ પર, દરેક ક્ષેત્રના લોકો માટે બહુ મદદરૂપ છે. તો ચાલો વાંચીએ ધીરુભાઈ અંબાણી ના પ્રેરણાદાયી વિચારો.

ધીરુભાઈ અંબાણી ને પરિચય ની જરૂર નથી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નામની જગપ્રસિદ્ધ કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી નો જન્મ આજ ના દિવસે 28 ડિસેમ્બર, 1932 જગતના ‘Rags to Riches’ સ્ટોરી ભારતની પ્રજાને શેરબજારનો કક્કો ઘુંટાવનાર ઉદ્યોગપતિ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત અને ખરા અર્થમાં ‘ વૈશ્વિક ‘ કહી શકાય તેવું જૂથ. તેઓએ જણાવેલ જીવનલક્ષી વ્યાખ્યાઓ…
✅ વિચારો પર કોઈની એકહથ્થુ સત્તા નથી તેથી મોટું વિચારો, ઝડપી વિચારો, ભવિષ્ય વિચારો.
✅ પૈસો પ્રોડકટ નથી, કામની બાયપ્રોડકટ છે . તેથી કામ સારું કરશો તો પૈસો મળશે જ.
✅ આશા એ મોટું શસ્ત્ર છે અને આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી .
✅ સફળતાની કિંમત વિવાદાસ્પદ બનીને ચૂકવવી પડે છે .
✅ મને ‘ ના ’ સાંભળવાની આદત નથી. એ શબ્દ માટે હું બહેરો છું .
✅ મારા ભૂતકાળ , વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જોડતી એક મહત્ત્વની કડી છે – સંબંધો અને વિશ્વાસ . અમારી કંપનીના વિકાસની આ પાયાની ઈંટ છે .
✅ મેં પ્રજામાં વિશ્વાસ મૂકયો છે અને પ્રજાએ મારામાં ! મેં યુવાનોને પ્રોત્સાહન આપ્યું અને તેમણે તો રંગ રાખ્યો . મેં મારા કર્મચારીઓને કામમાં પહેલ કરતાં અને જોખમ લેતા શીખવ્યું . તેમણે જબ્બર કામ કરીને નફાના સ્વરૂપે ફળ આપ્યું. મને શ્રેષ્ઠથી ઓછું કાંઈ ન ખપે … એ કારણે અમને શ્રેષ્ઠ નેતૃત્વ મળ્યું. આ જ છે રિલાયન્સની કહાની .
✅ બિઝનેસ તો મારો શોખ છે . એમાંથી હું શા માટે નિવૃત્તિ લઉં? હું તો સ્મશાનમાં જ રિટાયર થઈશ. (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સને સંબોધતાં શ્રી ધીરુ ભાઈએ લકવાના ઍટેક પછી આ વિધાન કહ્યું હતું.)
✅ બિટ ધ ડેડલાઇન -પ્રોજેકટ ડેડલાઇનને દિવસે પૂરો થાય તેમાં શી નવાઈ ? હું તો એ દિવસની રાહ જોવામાં જ નથી માનતો.
✅ મને પહેલ કરવામાં જ આનંદ મળે છે, કારણકે હું કેડીઓને કંડારનાર છું.

✅ ધીરુભાઈ જશે પણ રિલાયન્સના કર્મચારીઓ અને શેરહોલ્ડર્સ તો હંમેશાં રહેશે જ. રિલાયન્સ હવે એક વિચાર છે જ્યાં અંબાણી શબ્દનું મહત્ત્વ નથી.
✅ તમે અને તમારી ટીમ અલગ નથી, એકમેકને મદદરૂપ થાઓ. બેસી ન રહેશો.
✅ કામ કરનારની વચ્ચે આડખીલીરૂપ ન બનો, એને મોકળાશ બક્ષો.
✅ કોઈને મદદરૂપ થયા હો તો ચૂપ રહો, બકબક ન કરો. મૌન સો શબ્દોની ગરજ સારશે.
✅ લોકો ને આપણે બદલી નહીં શકીએ, પરંતુ તેમણે નેતૃત્વ કેવી રીતે કરવું તે તો શીખવી જ શકીએ. લોકોને શીખવતા રહો.
Read more posts here.